ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ થોડા સમય પહેલાં સમાપ્ત થયેલી બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) માટે રસપ્રદ આંકડા શૅર કર્યા છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં કહ્યું કે ‘BGT માટે ભારતમાંથી છ હજારથી વધુ ટિકિટ ખરીદવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ થોડા સમય પહેલાં સમાપ્ત થયેલી બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) માટે રસપ્રદ આંકડા શૅર કર્યા છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં કહ્યું કે ‘BGT માટે ભારતમાંથી છ હજારથી વધુ ટિકિટ ખરીદવામાં આવી હતી. આ ઉપરાંત ઘણા લોકોએ તેમના મિત્રો અથવા પરિવાર દ્વારા ટિકિટ ખરીદી હતી. આ સિરીઝમાં ભારતીયોમાં ટિકિટનું વેચાણ ૨૦૧૮-’૧૯ની BGTની સરખામણીમાં છ ગણું વધ્યું છે.’
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ઉલ્લેખ કર્યો કે ‘૮,૩૭,૮૭૯ લોકોએ આ સિરીઝ જોઈ હતી અને એની પાંચ ટકાથી વધુ ટિકિટો વિદેશમાં વેચાઈ હતી. વિદેશીઓમાં ભારતીય ફૅન્સે સૌથી વધુ ટિકિટો ખરીદી હતી. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી બૉક્સિંગ ડે ટેસ્ટ-મૅચની બે તૃતીયાંશથી વધુ ટિકિટો ભારતીય ફૅન્સ દ્વારા ખરીદવામાં આવી હતી.’
ADVERTISEMENT
ભારતીય મેન્સ ટીમ ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૫માં ત્રણ વન-ડે અને પાંચ T20 ઇન્ટરનૅશનલ મૅચ માટે ઑસ્ટ્રેલિયા જશે, જ્યારે વિમેન્સ ટીમ ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં સાત મૅચની મલ્ટિ-ફૉર્મેટ સિરીઝ માટે ઑસ્ટ્રેલિયા ટૂર પર જશે.


