Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય વિમેન્સ ટીમે ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝ પહેલાં પ્રૅક્ટિસ-મૅચમાં ૨૦૦ રન ઝૂડ્યા

ભારતીય વિમેન્સ ટીમે ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝ પહેલાં પ્રૅક્ટિસ-મૅચમાં ૨૦૦ રન ઝૂડ્યા

Published : 26 May, 2026 11:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ભારતીય મહિલા ટીમ યજમાન ઇંગ્લૅન્ડ સામે ૨૮ મેથી ત્રણ T20 મૅચની સિરીઝ રમશે. આ સિરીઝ પહેલાં પ્રૅક્ટિસ-મૅચમાં ૨૦૦ રન ઝૂડીને ભારતીય મહિલા ટીમે આત્મવિશ્વાસ મેળવી લીધો છે.

ભારતીય વિમેન્સ ટીમ

ભારતીય વિમેન્સ ટીમ


વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ભારતીય મહિલા ટીમ યજમાન ઇંગ્લૅન્ડ સામે ૨૮ મેથી ત્રણ T20 મૅચની સિરીઝ રમશે. આ સિરીઝ પહેલાં પ્રૅક્ટિસ-મૅચમાં ૨૦૦ રન ઝૂડીને ભારતીય મહિલા ટીમે આત્મવિશ્વાસ મેળવી લીધો છે. ચેમ્સફોર્ડમાં સ્મૃતિ માન્ધનાની આગેવાનીમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની ડેવલપમેન્ટ વિમેન્સ ઇલેવન સામે T20 મૅચ રમી હતી.

ડેવલપમેન્ટ વિમેન્સ ઇલેવનની યંગ ક્રિકેટર્સે ૬ વિકેટ ગુમાવીને ૧૫૪ રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે બાવીસ બૉલ પહેલાં ત્રણ વિકેટે ૧૫૫ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પ્રૅક્ટિસ કરવા માટે ટીમે વીસમી ઓવર સુધી બૅટિંગ કરીને ૨૨૦-૬નો સ્કોર કર્યો હતો.

ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડીએ ૩ ઓવરમાં ૨૯ રન આપીને ૩ વિકેટ લીધી હતી. ઓપનર શફાલી વર્માએ પચીસ બૉલમાં ૯ ફોર અને એક સિક્સની મદદથી ૫૦ રન કર્યા હતા. ભારતી ફૂલમાલીએ ૨૯ બૉલમાં ૪૮ રન અને યાસ્તિકા ભાટિયાએ ૩૫ બૉલમાં ૪૭ રન કર્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2026 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK