Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખની કિંગમાં રણવીરનો ખાસ રોલ?

શાહરુખની કિંગમાં રણવીરનો ખાસ રોલ?

Published : 26 May, 2026 09:22 AM | Modified : 26 May, 2026 09:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘કિંગ’ના રણવીરના કૅમિયોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી

શાહરુખ ખાન સાથે રણવીર સિંહ

શાહરુખ ખાન સાથે રણવીર સિંહ


૨૪ ડિસેમ્બરે રિલીઝ થનારી શાહરુખ ખાનની ‘કિંગ’માં અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, રાની મુખરજી, સુહાના ખાન, અર્શદ વારસી અને અનિલ કપૂર જેવા સ્ટાર્સ તો કામ કરી જ રહ્યાં છે પણ હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે એમાં રણવીર સિંહ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. મળતી માહિતી રણવીર ફિલ્મમાં એક રહસ્યમય પાત્ર ભજવશે, જે શાહરુખ સાથે જોડાયેલું હશે. ફિલ્મમાં તે સુહાના ખાનને એક ગુપ્ત પત્ર સોંપે છે, જે તેને વિલન્સથી બચીને સુરક્ષિત જગ્યા સુધી પહોંચવામાં મદદરૂપ બને છે.

‘કિંગ’ના રણવીરના કૅમિયોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે થોડાં અઠવાડિયાં પહેલાં ‘કિંગ’ના સેટ પરથી એક તસવીર સોશ્યલ મીડિયામાં જોવા મળી હતી જેમાં એક વ્યક્તિ બાળક સાથે ઊભેલી જોવા મળી હતી. નેટિઝન્સે દાવો કર્યો હતો કે તસવીરમાં રણવીર સિંહ અને તેની દીકરી દુઆ જોવા મળી રહ્યાં હતાં. ત્યાર બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે રણવીર ‘કિંગ’ના સેટ પર હાજર હતો અને હવે ચર્ચા છે કે ‘કિંગ’માં તેનો રોલ પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2026 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK