Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપમાં લાગલગાટ ત્રીજી વખત ભારત-ઇંગ્લૅન્ડ સેમી-ફાઇનલમાં ટકરાશે

T20 વર્લ્ડ કપમાં લાગલગાટ ત્રીજી વખત ભારત-ઇંગ્લૅન્ડ સેમી-ફાઇનલમાં ટકરાશે

Published : 05 March, 2026 01:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને ટીમ T20 વર્લ્ડ કપમાં એકબીજા સામે બૅક-ટુ-બૅક મૅચ નથી જીતી, બન્ને ટીમ રેકૉર્ડ છઠ્ઠી વખત સેમી-ફાઇનલ મૅચ રમવા ઊતરશે

વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે સેમી-ફાઇનલનો જંગ

વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે સેમી-ફાઇનલનો જંગ


આજે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે ૭ વાગ્યાથી મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમી-ફાઇનલનો જંગ શરૂ થશે. ભારત અને ઇંગ્લૅન્ડ સતત ત્રીજા મેન્સ T20 વર્લ્ડ કપમાં એકબીજા સામે સેમી-ફાઇનલ મૅચ રમશે. આજે બન્ને ટીમ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ૬ વખત સેમી-ફાઇનલ રમવાના પાકિસ્તાનના ૬ વખતના રેકૉર્ડની બરાબરી કરશે. ઇંગ્લૅન્ડ લાગલગાટ પાંચમી T20 વર્લ્ડ કપ 
સેમી-ફાઇનલ રમનાર પહેલી ટીમ બનશે.

બન્ને ટીમ T20 વર્લ્ડ કપમાં એકબીજા સામે બૅક-ટુ-બૅક મૅચ નથી જીતી શકી. બન્ને ટીમ આ ટુર્નામેન્ટમાં પાંચ વખત સામસામે રમી છે, એમાંથી ભારત ૨૦૨૪ની સેમી-ફાઇનલ મૅચ સહિત ૨૦૦૭ અને ૨૦૧૨ની ગ્રુપ-સ્ટેજ મૅચ જીત્યું છે. ઇંગ્લૅન્ડની ટીમ ૨૦૨૨ની સેમી-ફાઇનલ મૅચ સહિત ૨૦૦૯ની ગ્રુપ-સ્ટેજ મૅચ જીતી છે. બન્ને વચ્ચે T20 ફૉર્મેટમાં ૨૯ મૅચ રમાઈ છે, એમાંથી ભારત ૧૭ અને ઇંગ્લૅન્ડ ૧૨ મૅચ જીત્યું છે.




ગઈ કાલે ભારતીય ટીમનું પ્રૅક્ટિસ-સેશન બપોરે હતું જેમાં વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રિન્કુ સિંહ અને તિલક વર્મા સહિત કોચિંગ-સ્ટાફે જ ભાગ લીધો હતો.


ICCની નૉકઆઉટ મૅચોમાં બન્ને ટીમનાં રિઝલ્ટ 

૧૯૮૩ વર્લ્ડ કપ સેમી-ફાઇનલ

ભારત ૬ વિકેટથી જીત્યું

૧૯૮૭ વર્લ્ડ કપ સેમી-ફાઇનલ

ઇંગ્લૅન્ડ ૩૫ રનથી જીત્યું

૨૦૧૩ ચૅમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ

ભારત પાંચ રનથી જીત્યું

૨૦૨૨ T20 વર્લ્ડ કપ સેમી-ફાઇનલ

ઇંગ્લૅન્ડ ૧૦ વિકેટથી જીત્યું

૨૦૨૪ T20 વર્લ્ડ કપ સેમી-ફાઇનલ

ભારત ૬૮ રનથી જીત્યું

T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ મૅચોમાં ઇંગ્લૅન્ડનું રિઝલ્ટ 

૨૦૧૦

શ્રીલંકા સામે ૭ વિકેટે જીત

૨૦૧૬

ન્યુ ઝીલૅન્ડ સામે ૭ વિકેટે જીત

૨૦૨૧

ન્યુ ઝીલૅન્ડની પાંચ વિકેટે જીત

૨૦૨૨

ભારત સામે ૧૦ વિકેટે જીત

૨૦૨૪

ભારત સામે ૬૮ રનથી હાર


T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ મૅચોમાં ભારતનું રિઝલ્ટ 

૨૦૦૭

ઑસ્ટ્રેલિયા સામે ૧૫ રને જીત

૨૦૧૪

સાઉથ આફ્રિકા સામે ૬ વિકેટે જીત

૨૦૧૬

વેસ્ટ ઇન્ડીઝ સામે ૭ વિકેટે જીત

૨૦૨૨

ઇંગ્લૅન્ડ સામે ૧૦ વિકેટે હાર

૨૦૨૪

ઇંગ્લૅન્ડ સામે ૬૮ રનથી જીત

વાનખેડે સ્ટેડિયમમાં બન્ને ટીમે એકબીજા સામે બે T20 મૅચ રમી છે, એમાંથી ઇંગ્લૅન્ડે ડિસેમ્બર ૨૦૧૨માં ૬ વિકેટે અને ફેબ્રુઆરી ૨૦૨૫માં ભારતે ૧૫૦ રને જીત મેળવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ભારતને ૭ T20 મૅચમાં પાંચ જીત અને બે હાર મળી છે. ઇંગ્લૅન્ડને અહીં ૬ T20 મૅચમાં ૩ હાર અને ૩ જીત મળી છે. વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભારતે અહીં અમેરિકા સામે માંડ-માંડ મળેલી એક જીત સાથે અભિયાનની શરૂઆત કરી હતી. ઇંગ્લૅન્ડને વર્તમાન વર્લ્ડ કપની એકમાત્ર હાર આ સ્ટેડિયમમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામે મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK