બર્મિંગહૅમના મેદાન પર નેટ સિવર બ્રન્ટ, સોફિયા ડંકલી અને લૉરેન ફાઇલરે વર્લ્ડ કપ ટ્રોફી અને ૧૦૦ દિવસના કાઉન્ટડાઉન બોર્ડ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026નું કાઉન્ટડાઉન અનોખા અંદાજમાં શરૂ કર્યું છે. ૧૨ જૂનથી ૧૨ ટીમ વચ્ચે શરૂ થનારી આ ટુર્નામેન્ટના ૧૦૦ દિવસનું કાઉન્ટડાઉન યજમાન ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સનાં ૭ વેન્યુ સહિત વિશ્વનાં ૧૬ ક્રિકેટ-સ્ટેડિયમમાં શરૂ કરવામાં આવ્યું હતું. લંડનના લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, કલકત્તાના ઈડન ગાર્ડન્સ સહિત આ તમામ સ્ટેડિયમના સ્કોરબોર્ડ કે બિગ સ્ક્રીન પર ૧૦૦ દિવસના કાઉન્ટડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. બર્મિંગહૅમના મેદાન પર નેટ સિવર બ્રન્ટ, સોફિયા ડંકલી અને લૉરેન ફાઇલરે વર્લ્ડ કપ ટ્રોફી અને ૧૦૦ દિવસના કાઉન્ટડાઉન બોર્ડ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.
