ઇબ્રાહિમ ઝાદરાનની ઐતિહાસક સેન્ચુરી અને અઝમતુલ્લાહ ઓમરઝાઈની પાંચ વિકેટને આધારે અફઘાનિસ્તાને સેમી-ફાઇનલમાં પહોંચવાની આશા જીહજી વંત રાખી છે : જો રૂટની સદી એળે ગઈ
ઇબ્રાહિમ ઝાદરાન
લાહોરમાં ગઈ કાલે અફઘાનિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રોફીની આઠમી મૅચ રોમાંચક અંદાજમાં સમાપ્ત થઈ હતી. ઓપનર ઇબ્રાહિમ ઝાદરાને અફઘાનિસ્તાનની વન-ડે ટીમનો અને ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસનો હાઇએસ્ટ ૧૭૭ રનનો વ્યક્તિગત સ્કોર નોંધાવીને ટીમનો સ્કોર ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૨૫ રન કરી દીધો હતો. ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમે થોડી ખરાબ શરૂઆત બાદ જો રૂટની ૧૨૦ રનની ઇનિંગ્સની મદદથી જબરદસ્ત પડકાર આપ્યો હતો, પણ ફાસ્ટ બોલર અઝમતુલ્લાહ ઓમરઝાઈ (પાંચ વિકેટ)ની ધારદાર બોલિંગને કારણે અંગ્રેજ ટીમને ૪૯.૫ ઓવરમાં ૩૧૭ રને ઑલઆઉટ થઈને જીતની નજીક પહોંચીને ૮ રને હાર્યું હતું. સતત બે મૅચ હારીને ઇંગ્લૅન્ડની ટીમ સેમી-ફાઇનલની રેસમાંથી બાહર થઈ છે, જ્યારે અફઘાનિસ્તાનની ટીમે આશા જીવંત રાખી છે.
ડૂ-ઑર-ડાઇ મૅચમાં ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલી અફઘાનિસ્તાનની ટીમને પહેલી ૧૦ ઓવરમાં ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર (૬૪ રનમાં ત્રણ વિકેટ)ના તરખાટનો સામનો કરવો પડ્યો હતો. ૮.૫ ઓવરમાં ૩૭ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવનાર અફઘાનિસ્તાન માટે ઓપનર ઇબ્રાહિમ ઝાદરાને એક તરફથી ઇનિંગ્સ સંભાળી રાખી હતી. આ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન માટે પહેલી સેન્ચુરી ફટકારનાર ઝાદરાને ચોથી વિકેટ માટે કૅપ્ટન હસમતુલ્લાહ શાહિદી (૬૭ બૉલમાં ૪૦ રન) સાથે ૧૦૩ રનની, પાંચમી વિકેટ માટે અઝમતુલ્લાહ ઉમરઝાઈ (૩૧ બૉલમાં ૪૧ રન) સાથે ૭૨ રનની અને મોહમ્મદ નબી (૨૪ બૉલમાં ૪૦ રન) સાથે છઠ્ઠી વિકેટ માટે ૧૧૧ રનની ધમાકેદાર પાર્ટનરશિપ કરી હતી. ઇબ્રાહિમ ઝાદરાને ૧૨૧.૨૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૪૬ બૉલમાં ૧૨ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૧૭૭ રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમીને અંતિમ ઓવર સુધીમાં ટીમનો સ્કોર ૩૨૫ સુધી પહોંચાડી દીધો હતો. તે લિયામ લિવિંગ્સ્ટન (૨૮ રનમાં બે વિકેટ)ની ૪૯.૧ ઓવરમાં કૅચઆઉટ થયો હતો.
ADVERTISEMENT
૩૨૬ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમે ૨૧.૪ ઓવરમાં ૧૧૩ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પણ જો રૂટે (૧૧૧ બૉલમાં ૧૨૦ રન) ૨૦૮૪ દિવસ બાદ વન-ડે સેન્ચુરી કરીને કૅપ્ટન જોસ બટલર (૪૨ બૉલમાં ૩૮ રન) પાંચમી વિકેટ માટે ૮૩ રનની મોટી પાર્ટનરશિપ કરીને પરિણામ પોતાના પક્ષમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ફાસ્ટ બોલર અઝમતુલ્લાહ ઓમરઝાઈ (પાંચ વિકેટ) અને સ્પિનર મોહમ્મદ નબી (બે વિકેટ)ની શાનદાર બોલિંગને કારણે ઇંગ્લૅન્ડને છેલ્લી ઓવરમાં જીત માટે ૧૩ રનની જરૂર હતી ત્યારે તેમની પાસે એક જ વિકેટ બાકી રહી હતી.
30
આટલી મૅચમાં ઇંગ્લૅન્ડ માટે ફાસ્ટેસ્ટ ૫૦ વન-ડે વિકેટ લેનાર બોલર બન્યો જોફ્રા આર્ચર
|
ઇબ્રાહિમ ઝાદરાનનું પ્રદર્શન |
|
|
રન |
૧૭૭ |
|
બૉલ |
૧૪૬ |
|
ચોગ્ગા |
૧૨ |
|
છગ્ગા |
૬ |
|
સ્ટ્રાઇક-રેટ |
૧૨૧.૨૩ |
|
ગ્રુપ-Bનું પૉઇન્ટ-ટેબલ |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
|
સાઉથ આફ્રિકા |
૨ |
૧ |
૦ |
૧ |
+૨.૧૪૦ |
૩ |
|
ઑસ્ટ્રેલિયા |
૨ |
૧ |
૦ |
૧ |
+૦.૪૭૫ |
૩ |
|
અફઘાનિસ્તાન |
૨ |
૧ |
૧ |
૦ |
-૦.૯૯૦ |
૨ |
|
ઇંગ્લૅન્ડ |
૨ |
૦ |
૨ |
૦ |
-૦.૩૦૫ |
૦ |
૨૩ વર્ષ ૭૬ દિવસ
આટલી ઉંમરે ICC વન-ડે ઇવેન્ટમાં ૧૫૦થી વધુ રનનો સ્કોર બનાવનાર સૌથી યુવા પ્લેયર બન્યો ઇબ્રાહિમ ઝાદરાન, કપિલ દેવનો (૨૪ વર્ષ ૧૬૩ દિવસ) ૧૯૮૩નો રેકૉર્ડ તોડ્યો.


