ટી૨૦ના નંબર-વન ભારતે ગઈ કાલે નંબર-ટૂ ઇંગ્લૅન્ડ સામે ઍડીલેડમાં ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલ કે જે અત્યંત રસાકસીભરી બનશે એવી પાકી સંભાવના હતી એમાં કોઈ પણ પ્રકારની લડત આપ્યા વગર હાર સ્વીકારી લીધી હતી. બટલર અને ઍલેક્સ હેલ્સ (૮૬ અણનમ, ૪૭ બૉલ, સાત સિક્સર, ચાર ફોર)ની ઓપનિંગ જોડીએ ૧૬૯ રનનો લક્ષ્યાંક મળ્યા બાદ ૧૬ ઓવરમાં પોતાની વિકેટ ગુમાવ્યા વગર ૧૭૦ રન બનાવીને ૨૪ બૉલ બાકી રાખીને ૧૦ વિકેટના ટી૨૦ વર્લ્ડ કપના વિક્રમજનક તફાવતથી ભારતને સેમી ફાઇનલમાં હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં રવિવારે એનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે.
11 November, 2022 02:50 IST | New Delhi | Gujarati Mid-day Correspondent