Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ખેલાડીઓ ટીમમાલિકના ગેરવર્તનની ફરિયાદ કરી શકે એ માટે અનામી ફરિયાદ બૉક્સ શરૂ કરો : લલિત મોદી

ખેલાડીઓ ટીમમાલિકના ગેરવર્તનની ફરિયાદ કરી શકે એ માટે અનામી ફરિયાદ બૉક્સ શરૂ કરો : લલિત મોદી

Published : 31 May, 2026 08:37 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિષભ પંતે લખનઉ સુપર જાયન્ટ્સની કૅપ્ટન્સી છોડી એ પછી લલિત મોદી કહે છે કે ‘સંજીવ ગોયનકા જેવા માલિકોની નીતિ જોતાં આવા યુવા ખેલાડીઓ એક પણ વધારાનો દિવસ ટકી શકે એમ નથી.

લલિત મોદી

લલિત મોદી


IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ માટે અનામી ફરિયાદ બૉક્સની સિસ્ટમ શરૂ કરવાનું સૂચન કર્યું છે. રિષભ પંતે લખનઉ સુપર જાયન્ટ્સની કૅપ્ટન્સી છોડી એ પછી લલિત મોદી કહે છે કે ‘સંજીવ ગોયનકા જેવા માલિકોની નીતિ જોતાં આવા યુવા ખેલાડીઓ એક પણ વધારાનો દિવસ ટકી શકે એમ નથી. તેણે રિષભ પંત માટે એવી પરિસ્થિતિ બનાવી દીધી કે તે કૅપ્ટન્સી છોડવા મજબૂર થયો.’ લલિત મોદી વધુમાં કહે છે કે ‘માલિકોએ ખેલાડીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ એના પર ચર્ચા થવી જોઈએ. હું ઇચ્છું છું કે બધા ચાહકો, ક્રિકેટ પત્રકારો અને ખેલાડીઓ આ મુદ્દા પર ખુલ્લેઆમ ચર્ચા કરે. ટીમમાં ગૌરવ અને શિસ્ત સુનિ‌શ્ચિત કરવા અને ઝેરી વાતાવરણથી બચવા એક અનામી ફરિયાદ બૉક્સની સિસ્ટમ શરૂ કરો જ્યાં કોઈ પણ ખેલાડી પોતાનું નામ જાહેર કર્યા વગર ફરિયાદ કરી શકે. ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે આવા કડક પગલાં લેવા અત્યંત આવશ્યક છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 08:37 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK