Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ફ્રેન્ચ ઓપનમાં ૧૯ વર્ષના ખેલાડી સામે હારીને નોવાક જૉકોવિચ થયો આઉટ

ફ્રેન્ચ ઓપનમાં ૧૯ વર્ષના ખેલાડી સામે હારીને નોવાક જૉકોવિચ થયો આઉટ

Published : 31 May, 2026 08:42 AM | Modified : 31 May, 2026 08:45 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજા રાઉન્ડમાં ઇટલીનો જૅનિક સિનર પણ હારીને બહાર થયો હતો એટલે કે આ વખતે મેન્સ સિંગલ્સમાં એક નવો ચૅમ્પિયન ખેલાડી જોવા મળશે.

ફ્રેન્ચ ઓપનમાં ૧૯ વર્ષના ખેલાડી સામે હારીને નોવાક જૉકોવિચ થયો આઉટ

ફ્રેન્ચ ઓપનમાં ૧૯ વર્ષના ખેલાડી સામે હારીને નોવાક જૉકોવિચ થયો આઉટ


૨૫મો ગ્રૅન્ડ સ્લૅમ જીતવાના સ્વપ્ન જોઈ રહેલો નોવાક જૉકોવિચ ફ્રેન્ચ ઓપનના ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયો છે. બ્રાઝિલના ૧૯ વર્ષના જોઆઓ ફોન્સેકાએ સર્બિયાના આ ૩૯ વર્ષના અનુભવી ખેલાડી સામે બે સેટ પાછળ રહ્યા બાદ વાપસી કરીને ૪-૬, ૪-૬, ૬-૩, ૭-૫, ૭-૫થી વિજય મેળવ્યો હતો. આ મૅચ પહેલાં નોવાક જૉકોવિચે ફ્રેન્ચ ઓપનમાં ૧૨૦મી મેન્સ સિંગલ્સ રમીને વધુ એક સીમાચિહ્‍‍ન સ્થાપ્યો હતો. ઓપન યુગમાં એક જ ગ્રૅન્ડ સ્લૅમ ઇવેન્ટમાં તે સૌથી વધુ મેન્સ સિંગલ્સ મૅચ રમનાર ખેલાડી બન્યો હતો. છેલ્લા બન્ને ફ્રેન્ચ ઓપનમાં ટાઇટલ જીતનાર કાર્લોસ અલ્કરાઝ હાથના કાંડાની ઇન્જરીને કારણે ટુર્નામેન્ટમાંથી પહેલાંથી જ બહાર થઈ ગયો હતો. બીજા રાઉન્ડમાં ઇટલીનો જૅનિક સિનર પણ હારીને બહાર થયો હતો એટલે કે આ વખતે મેન્સ સિંગલ્સમાં એક નવો ચૅમ્પિયન ખેલાડી જોવા મળશે.

વર્લ્ડ નંબર વન જોડીને હરાવીને સાત્વિક-ચિરાગ સિંગાપોર બૅડ્‍મિન્ટન ઓપનની ફાઇનલમાં પહોંચ્યા

સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય બૅડ્‍મિન્ટન જોડીએ વિશ્વ નંબર વન જોડીને હરાવીને સિંગાપોર બૅડ્‍મિન્ટન ઓપનની ફાઇનલમાં એન્ટ્રી કરી છે. ભારતની આ વર્લ્ડ નંબર ફોર જોડી આજે મેન્સ ડબલ્સની ફાઇનલ મૅચમાં વિશ્વની ત્રીજા ક્રમની ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. સાઉથ કોરિયાના કિમ વૉન-હો અને સીઓ સ્યુંગ સામે સેમી-ફાઇનલમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ બાવન મિનિટ સુધી લડત આપી હતી. ભારતીય જોડીએ ૨૧-૧૯, ૨૧-૧૮ સેમી-ફાઇનલ મૅચ જીતી હતી. સાઉથ કોરિયન જોડી પર સાત્વિક-ચિરાગની આ પહેલી જીત હતી. ૨૧મી સદીમાં મેન્સ ડબલ્સમાં સૌથી વધુ સતત ૩૪ મૅચ જીતવાનો આ સાઉથ કોરિયન જોડીનો સિલસિલો ગઈ કાલે અટક્યો હતો. મિક્સ્ડ ડબલ્સની સેમી-ફાઇનલમાં ધ્રુવ કપિલા-તનિષા ક્રાસ્ટોની જોડી સામે જપાનની જોડીએ  ૨૧-૧૬, ૧૭-૨૧, ૨૧-૧૩થી જીત નોંધાવી હતી. અગાઉ ક્વૉર્ટર ફાઇનલમાં હારીને લક્ષ્ય સેન અને પી.વી. સિંધુ જેવા સ્ટાર શટલર્સ પોતાનાં અભિયાનને આગળ વધારી શક્યાં નહોતાં.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 08:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK