Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ભારતમાં ૧૫થી ૪૯ વર્ષના વયજૂથમાં ૩૦.૭ ટકા મહિલાઓ અને ૨૭.૩ ટકા પુરુષો મેદસ્વી

ભારતમાં ૧૫થી ૪૯ વર્ષના વયજૂથમાં ૩૦.૭ ટકા મહિલાઓ અને ૨૭.૩ ટકા પુરુષો મેદસ્વી

Published : 31 May, 2026 07:38 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેદસ્વિતાએ એક ગંભીર સ્વાસ્થ્ય-સમસ્યાનું વિકરાળ સ્વરૂપ લીધું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ૨૦૨૩-’૨૪ના નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેક્ષણ-6 (NFHS-6) મુજબ શહેરી વિસ્તારોમાં ૧૫-૪૯ વર્ષના વયજૂથમાં ૪૨.૮ ટકા સ્ત્રીઓ મેદસ્વી અથવા વધુ વજન ધરાવે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ૨૫.૫ ટકા સ્ત્રીઓનું વજન વધારે છે. આમ મહિલાઓમાં મેદસ્વિતાનું પ્રમાણ ૩૦.૭ ટકા છે. બીજી તરફ ૧૫થી ૪૯ વર્ષ વયજૂથમાં શહેરી વિસ્તારોમાં ૩૬.૩ ટકા પુરુષો વધુ વજનવાળા છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ ૨૩ ટકા છે. આમ પુરુષોમાં મેદસ્વિતાનું પ્રમાણ ૨૭.૩ ટકા છે. 

આરોગ્ય મંત્રાલયે મુંબઈને નોડલ એજન્સી તરીકે રાખીને મણિપુર સિવાયનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૭૧૫ જિલ્લાઓમાં લગભગ ૬.૭૯ લાખ ઘરોને આવરી લેતો સર્વે કર્યો હતો. સર્વે મુજબ વધુ વજન ધરાવતી અથવા મેદસ્વી મહિલાઓની ટકાવારી ૨૦૧૯-’૨૧માં ૨૪ ટકા હતી જે ૨૦૨૩-’૨૪માં ૩૦.૭ ટકા થઈ હતી. ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં સ્થૂળતા વધુ હતી. 



૨૦૧૯-’૨૧માં વધુ વજનવાળા અથવા મેદસ્વી પુરુષોની ટકાવારી ૨૨.૯ હતી, જે ૨૦૨૩’-૨૪માં વધીને ૩૦.૭ ટકા થઈ હતી. 


છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેદસ્વિતાએ એક ગંભીર સ્વાસ્થ્ય-સમસ્યાનું વિકરાળ સ્વરૂપ લીધું છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં ૪.૪ કરોડ મહિલાઓ અને ૨.૬ કરોડ પુરુષો મેદસ્વી છે. મહિલાઓમાં કમરની આસપાસ ચરબીનો ભરાવો મોટી સમસ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 07:38 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK