Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડે ફાસ્ટેસ્ટ રન-ચેઝ સાથે શ્રીલંકા સામે ત્રણ T20 મૅચની સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું

ઇંગ્લૅન્ડે ફાસ્ટેસ્ટ રન-ચેઝ સાથે શ્રીલંકા સામે ત્રણ T20 મૅચની સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું

Published : 21 September, 2026 02:47 PM | IST | Durham
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીલંકાના ૧૨૫ રનના ટાર્ગેટને માત્ર ૯.૪ ઓવરમાં ચેઝ કર્યો અંગ્રેજ ટીમે

T20 સિરીઝની ટ્રોફી સાથે ઇંગ્લૅન્ડની ટીમ.

T20 સિરીઝની ટ્રોફી સાથે ઇંગ્લૅન્ડની ટીમ.


મૅન્ચેસ્ટરમાં શનિવારે શ્રીલંકા સામે ૬૨ બૉલ પહેલાં આઠ વિકેટે જીત નોંધાવીને ઇંગ્લૅન્ડે ત્રણ T20 મૅચની સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું. શ્રીલંકા ત્રીજી T20 મૅચમાં ૧૮.૫ ઓવરમાં ૧૨૪ રને ઑલઆઉટ થયું હતું. ઇંગ્લૅન્ડે ૯.૪ ઓવરમાં જૉસ બટલરના ૩૨ બૉલમાં ૬૨ રનની મદદથી ૧૨૬ રન કરીને ૧૨૫ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૧૨૦ પ્લસનો ટાર્ગેટ સૌથી ઝડપથી ચેઝ કરવાના મામલે ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાના રેકૉર્ડની બરાબરી કરી છે. ૨૦૨૪માં કાંગારૂઓએ સ્કૉટલૅન્ડ સામે ૧૫૫ રનનો ટાર્ગેટ ૯.૪ ઓવરમાં ચેઝ કર્યો હતો. 
શ્રીલંકા સામે ઇંગ્લૅન્ડની આ સતત ૧૫મી T20 જીત હતી. ફુલ મેમ્બર નેશનની ટીમો વચ્ચે સતત સૌથી વધુ જીત મેળવવાના મામલે ઇંગ્લૅન્ડે પાકિસ્તાનની બરાબરી કરી છે. પાકિસ્તાને ઝિમ્બાબ્વે સામે સતત ૧૫ T20 મૅચ જીતી છે. ત્રણ મૅચમાં ૧૭૦ રન કરીને ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો.

૫૭ દિવસ પછી ભારતે નંબર વન T20 ટીમનું સ્થાન ગુમાવ્યું



૨૬ જુલાઈએ ICC મેન્સ T20 ટીમ રૅન્કિંગમાં નંબર વનનું સ્થાન પાછું મેળવનાર ભારતીય ટીમને ફરી એક વખત ફટકો પડ્યો છે. ૫૭ દિવસ પછી ફરી ઇંગ્લૅન્ડ નંબર વન T20 ટીમ બની છે. એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમ ફરી આ સ્થાન મેળવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 02:47 PM IST | Durham | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK