ઍડીલેડ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રૅવિસ હેડ સાથેના ખરાબ વર્તનને કારણે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને કાંગારૂઓની ધરતી પર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.
સુનીલ ગાવસકર, મોહમ્મદ સિરાજ
ઍડીલેડ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રૅવિસ હેડ સાથેના ખરાબ વર્તનને કારણે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને કાંગારૂઓની ધરતી પર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર સુનીલ ગાવસકર આ મામલે કહે છે કે ‘સિરાજને ઑસ્ટ્રેલિયન ક્રિકેટના તમામ સંતો તરફથી ટીકા મળી રહી છે જે પોતાના જમાનામાં મેદાન પર ખરાબ વર્તન માટે જાણીતા હતા. ઑસ્ટ્રેલિયાના ફૅન્સને પણ આ વાત પસંદ ન આવી, પરંતુ આ જ ફૅન્સને ઍશિઝમાં ઑસ્ટ્રેલિયન પ્લેયર્સની આવી ઉજવણી ગમશે. કેટલાક લોકો કહી રહ્યા છે કે કાંગારૂઓએ ફરીથી એવા જ બની જવું જોઈએ જેના માટે તેઓ પહેલાંથી જ જાણીતા છે. કેવા ઢોંગી પ્રકારના લોકો છે જે ભસતા જ રહે છે.’