ટેસ્ટ-કરીઅરની સૌથી મોંઘી ઓવર નાખી ભારતના નંબર વન બોલરે
જસપ્રીત બુમરાહ
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઓવરમાં છેલ્લે જાન્યુઆરી ૨૦૨૧માં સિડની ટેસ્ટમાં કૅમરન ગ્રીને સિક્સર ફટકારી હતી. એ ઘટનાના ઑલમોસ્ટ ૪ વર્ષ બાદ અને ૪૪૮૩ બૉલ બાદ જસપ્રીત બુમરાહની ટેસ્ટ-ઓવરમાં ગઈ કાલે સિક્સર ફટકારાઈ હતી. ડેબ્યુડન્ટ સૅમ કૉન્સ્ટૅસે બુમરાહની ઓવરમાં શાનદાર સિક્સર ફટકારી હતી. ઇંગ્લૅન્ડના જોસ બટલર બાદ તે બીજો પ્લેયર છે જેણે બુમરાહ સામે ટેસ્ટમાં બે સિક્સર ફટકારી છે. બુમરાહે ટેસ્ટ કરીઅરની પોતાની બોલિંગમાં માત્ર ૯ સિક્સર જોઈ છે.
અગિયારમી ઓવરમાં સૅમ કૉન્સ્ટૅસે બુમરાહ સામે બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૮ રન ફટકારી દીધા હતા. ટેસ્ટના નંબર-વન બોલર જસપ્રીત બુમરાહની ટેસ્ટ-કરીઅરની આ સૌથી મોંઘી ઓવર સાબિત થઈ હતી.

