ગૅબા ટેસ્ટને લઈને પૅટ કમિન્સે પ્રેસ-કૉન્ફરન્સમાં કેટલાંક મહત્ત્વનાં નિવેદન આપ્યાં હતાં
પૅટ કમિન્સ
ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સે પાંચમા દિવસે ૮૯ રન પર બીજી ઇનિંગ્સ ડિક્લેર કરીને મૅચનું રિઝલ્ટ લાવવાનો પ્રયત્ન કર્યો, પણ વરસાદને કારણે મૅચ ડ્રૉ રહી હતી. ગૅબા ટેસ્ટને લઈને પૅટ કમિન્સે પ્રેસ-કૉન્ફરન્સમાં કેટલાંક મહત્ત્વનાં નિવેદન આપ્યાં હતાં.
ત્રીજી ટેસ્ટ ડ્રૉ થવાથી લય ભારતની તરફેણમાં આવ્યો છે એ વાત હું માનતો નથી. હું ક્યારેય એને લઈને ચિંતિત નહોતો. હું ખરેખર એની પરવા કરતો નથી. મને લાગે છે કે અમે આ અઠવાડિયે અમારા પ્રદર્શનથી ઘણું હાંસલ કરી શક્યા છીએ.
ADVERTISEMENT
અમારા બૅટર્સે બે શાનદાર પાર્ટનરશિપ કરી. બૅટર્સ માટે અનુકૂળ પિચ પર અમે ભારતને ૨૬૦માં ઑલઆઉટ કરવામાં સફળ રહ્યા. અમને આ પ્રદર્શનથી ઘણી પ્રેરણા મળી છે.
ગૅબા ટેસ્ટના પાંચમા દિવસે ટીમના પ્લેયર્સે ઘણી વખત અંદર અને બહાર થવું પડ્યું. ભૂતકાળમાં આવું ક્યારેય બન્યું હોય એવું મને યાદ નથી. એ નિરાશાજનક હતું.
જોશ હેઝલવુડ સિરીઝમાં આગળ રમી શકશે નહીં જે અમારા માટે નિરાશાજનક વાત છે. જ્યાં સુધી ટ્રૅવિસ હેડની વાત છે તો તે જલદી ફિટ થઈ જશે. તેને સ્નાયુઓમાં દુખાવો છે, પરંતુ તે મેલબર્ન ટેસ્ટ પહેલાં ફિટ થઈ જશે.
રવિચન્દ્રન અશ્વિન એક મહાન સ્પર્ધક હતો. અમારી ટીમ તેનું ખૂબ જ સન્માન કરે છે. ઘણા ઓછા ઑફ-સ્પિનર છે જેમણે આટલા લાંબા સમય સુધી પોતાની છાપ છોડી છે. તેની ગણના સર્વકાલીન મહાન પ્લેયર્સમાં થશે.