Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયા સામે ૧૮૫ રનનો લક્ષ્યાંક માત્ર ૧૩.૧ ઓવરમાં પૂરો કર્યો ઇંગ્લૅન્ડે

ઑસ્ટ્રેલિયા સામે ૧૮૫ રનનો લક્ષ્યાંક માત્ર ૧૩.૧ ઓવરમાં પૂરો કર્યો ઇંગ્લૅન્ડે

Published : 25 November, 2026 05:52 PM | IST | Canberra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી મૅચ ૮ વિકેટે જીતીને ઇંગ્લૅન્ડે પાંચ T20 મૅચની સિરીઝ ૧-૧થી લેવલ કરી

ઇંગ્લૅન્ડના ઓપનર્સ ઍન્યુરિન ડોનાલ્ડ અને ફિલ સૉલ્ટે ૧૦.૧ ઓવરમાં ૧૫૧ રનની ભાગીદારી કરી હતી.

ઇંગ્લૅન્ડના ઓપનર્સ ઍન્યુરિન ડોનાલ્ડ અને ફિલ સૉલ્ટે ૧૦.૧ ઓવરમાં ૧૫૧ રનની ભાગીદારી કરી હતી.


ગઈ કાલે ક્વીન્સલૅન્ડમાં આયોજિત બીજી T20 મૅચમાં ૮ વિકેટની જીત સાથે યજમાન ઑસ્ટ્રેલિયા સામે ઇંગ્લૅન્ડ ૧-૧થી પાંચ મૅચની સિરીઝ લેવલ કરી છે. ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરનાર ઑસ્ટ્રેલિયાએ ૧૮૪-૮નો સ્કોર કર્યો હતો. ઇંગ્લૅન્ડે શાનદાર ઓપનિંગ ભાગીદારીની મદદથી માત્ર ૧૩.૧ ઓવરમાં બે વિકેટના નુકસાન સાથે ૧૮૮ રન કરીને ૧૮૫ રનનો લક્ષ્યાંક સરળતાથી પૂરો કર્યો હતો. ક્વીન્સલૅન્ડમાં ઑસ્ટ્રેલિયન ટીમ ૪ T20 મૅચમાંથી માત્ર ૧ મૅચ જીતી છે અને ત્રીજી વખત હારી છે.ઇંગ્લૅન્ડની ટીમ અહીં પહેલી જ વખત T20 મૅચ રમી રહી હતી. કાંગારૂ ટીમે ૧૧ ઓવરમાં ૮૫ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય નિખિલ ચૌધરીએ સતત બીજી મૅચમાં ટીમ માટે મોટી ઇનિંગ્સ રમી હતી. ચોથા ક્રમે બૅટિંગ કરીને તેણે ૪ ફોર, ૧ સિક્સની મદદથી ૩૫ બૉલમાં ૪૫ રન કર્યા હતા. જોએલ ડેવિસે પચીસ બૉલમાં ૩૯ રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર સૅમ કરૅન અને હૅન્રી ક્રોકૉમ્બે ૨-૨ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડના ઓપનર્સે ૧૦.૧ ઓવરમાં ૧૫૧ રનની ભાગીદારી કરીને રન-ચેઝ સરળ બનાવી હતી.ઍન્યુરિન ડોનાલ્ડે ૩૨ બૉલમાં ૪ ફોર, ૯ સિક્સની મદદથી ૮૫ રન ઝૂડ્યા હતા.તેના સાથી ઓપનર ફિલ સૉલ્ટે ૩૦ બૉલમાં પાંચ ફોર, ૪ સિક્સના સહારે ૫૮ રન કર્યા હતા. ચોથા ક્રમે રમવા આવેલા ટૉમ બૅન્ટને ૮ બૉલમાં ૧ ફોર, ૩ સિક્સની મદદથી અણનમ ૨૬ રન ફટકારીને મૅચ ઝડપથી પૂરી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 05:52 PM IST | Canberra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK