દરિયાની નરમ રેતીમાં પાર્ક કરાયેલી કાર વજનથી ખૂંપી ગઈ હતી અને તેથી અન્યની મદદ વિના એને બહાર કાઢવી મુશ્કેલ હતી.
ડ્રાઇવર મર્સિડીઝ કારને સ્ટન્ટ કરવા માટે બીચ પર લઈ ગયો હતો અને પછી આ કાર રેતીમાં ફસાઈ ગઈ
સુરતના ડુમ્મસ બીચ પર વાહનો લઈ જવાનો પ્રતિબંધ હોવા છતાં પોલીસ અને સિક્યૉરિટી સ્ટાફની નજર ચૂકવીને એક ડ્રાઇવર મર્સિડીઝ કારને સ્ટન્ટ કરવા માટે બીચ પર લઈ ગયો હતો અને પછી આ કાર રેતીમાં ફસાઈ ગઈ હતી. આ મર્સિડીઝ કારનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વિડિયોમાં દેખાય છે કે કાર બીચ પર અડધી ડૂબી ગઈ છે અને ભારે વરસાદ વચ્ચે કારને કાઢવાનો પ્રયાસ બે માણસો કરી રહ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે પ્રતિબંધ હોવા છતાં કાર બીચ પર કેવી રીતે પહોંચી હતી. કેટલાક લોકોએ કહ્યું હતું કે દરિયાની નરમ રેતીમાં પાર્ક કરાયેલી કાર વજનથી ખૂંપી ગઈ હતી અને તેથી અન્યની મદદ વિના એને બહાર કાઢવી મુશ્કેલ હતી.


