ધોળાં મોજાં પહેરીને રસ્તા પર ચાલીને શહેર કેટલું ચોખ્ખું છે એ જાણવાનો આપણે પ્રયત્ન નથી કર્યો. ભારતની ઇન્ફ્લુએન્સર સિમરન જૈને આ પ્રયત્ન કર્યો છે, પણ જપાનમાં. ઑક્ટોબરમાં સિમરન જપાન ગઈ હતી
અજબગજબ
સિમરન જૈને
આપણે ત્યાં સ્વચ્છતા અભિયાન ચાલે છે, પણ ધોળાં મોજાં પહેરીને રસ્તા પર ચાલીને શહેર કેટલું ચોખ્ખું છે એ જાણવાનો આપણે પ્રયત્ન નથી કર્યો. ભારતની ઇન્ફ્લુએન્સર સિમરન જૈને આ પ્રયત્ન કર્યો છે, પણ જપાનમાં. ઑક્ટોબરમાં સિમરન જપાન ગઈ હતી અને ત્યાં તે પગમાં સફેદ મોજાં પહેરીને રસ્તા પર ફરી હતી. તેણે આનો વિડિયો ઉતાર્યો હતો. વિડિયોમાં તેણે છેલ્લે મોજાં બતાવ્યાં હતાં અને એ આશ્ચર્યજનક રીતે સાવ નવાંનક્કોર હોય એવાં દેખાતાં હતાં. મોજાં પર નાનોસરખોય ડાઘ નહોતો. ટોક્યોમાં ૧૪ લાખથી વધુ વસ્તી છે છતાં ત્યાં સાર્વજનિક કચરાપેટી બહુ ઓછી છે, કારણ કે મોટા ભાગના લોકો કચરો પોતાની સાથે ઘરે લઈ જાય છે. જપાનમાં કચરો ફેંકવો ગેરકાયદે કૃત્ય ગણાય છે અને એ માટે પાંચ વર્ષ સુધીની જેલની સજા અને ૬૬,૦૦૦ યુએસ ડૉલર સુધીનો દંડ પણ થાય છે. ત્યાં સ્કૂલમાંથી જ બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવાય છે એટલે બાળકો સફાઈ-કર્મચારીઓ પર નિર્ભર રહેવાને બદલે જાતે જ સ્વચ્છતા રાખે છે.