બહેને દાન કરેલા ગર્ભાશયથી યુવતીએ પોતાના બાળકને જન્મ આપ્યો. આ ગ્રેસે તાજેતરમાં બહેને ડોનેટ કરેલા ગર્ભાશયની મદદથી ક્વીન શાર્લોટ ઍન્ડ ચેલ્સી હૉસ્પિટલમાં એક દીકરીને જન્મ આપ્યો હતો. ગ્રેસને તેની બહેનનું ગર્ભાશય બે વર્ષ પહેલાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલું
ગ્રેસ ડેવિડસન
બ્રિટનની ગ્રેસ ડેવિડસન નામની ૩૬ વર્ષની યુવતી જન્મી ત્યારે જ તેના શરીરમાં ગર્ભાશય નહોતું. મેયર-રૉકિટન્સ્કી કસ્ટર હૉસર સિન્ડ્રૉમ નામની કૉમ્પ્લિકેટેડ સમસ્યાને કારણે ગ્રેસના શરીરમાં જે યુટ્રસ હતું એ સાવ જ અવિકસિત હોવાથી તે મા બની શકે એવી કોઈ શક્યતા નહોતી. આ ગ્રેસે તાજેતરમાં બહેને ડોનેટ કરેલા ગર્ભાશયની મદદથી ક્વીન શાર્લોટ ઍન્ડ ચેલ્સી હૉસ્પિટલમાં એક દીકરીને જન્મ આપ્યો હતો. ગ્રેસને તેની બહેનનું ગર્ભાશય બે વર્ષ પહેલાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલું. તેની બહેન ઍમીએ બે સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો અને એ પછી તેના શરીરમાંથી ગર્ભાશય કાઢીને ગ્રેસના શરીરમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. છેલ્લાં દસ વર્ષથી ગ્રેસ બાળક મેળવવા માટે ઝૂરતી હતી, પરંતુ તેને કાં તો સરોગસી દ્વારા અથવા તો દત્તક બાળક મેળવવાની જ સલાહ આપવામાં આવી હતી.
બે વર્ષ પહેલાં બહેનનું ગર્ભાશય ગ્રેસમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી કૃત્રિમ ગર્ભધારણ દ્વારા ગ્રેસ પ્રેગ્નન્ટ થઈ હતી અને ૨૭ ફેબ્રુઆરીએ સ્વસ્થ બેબીને જન્મ આપ્યો હતો. બ્રિટનમાં ડોનેટેડ યુટ્રસથી બાળક જન્મ્યાનો આ પહેલો કેસ છે.

