કોવિડ-પેન્ડેમિકને લીધે ગૂગલ, ટ્વિટર, ફેસબુક, માઇક્રોસૉફ્ટ જેવી મોટી ટેક કંપનીઓમાંથી અનેક કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. આમાં વેકેશન રેન્ટલ કંપની Airbnb પણ બાકાત નથી.
વર્કપ્લેસને ઘર અને કર્મચારીઓને પરિવાર ન બનાવી દો
કોવિડ-પેન્ડેમિકને લીધે ગૂગલ, ટ્વિટર, ફેસબુક, માઇક્રોસૉફ્ટ જેવી મોટી ટેક કંપનીઓમાંથી અનેક કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. આમાં વેકેશન રેન્ટલ કંપની Airbnb પણ બાકાત નથી. ૨૦૨૦માં બ્રાયન ચેસ્કીની આગેવાની હેઠળની Airbnb કંપનીએ લગભગ ૧૯૦૦ કર્મચારીઓને છૂટા કર્યા હતા. બ્રાયન ચેસ્કી આ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) અને કો-ફાઉન્ડર છે, જેમણે તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે કલીગ્સ વચ્ચે ગમે એટલું ક્લોઝ બૉન્ડ હોય, પણ વર્કપ્લેસને પરિવાર ન ગણવો જોઈએ. તેમનું કહેવું છે કે વર્કપ્લેસને ફૅમિલી તરીકે જોઈએ તો તે મૅનેજર્સ અને કર્મચારીઓ બન્નેના જૉબ-પર્ફોર્મન્સમાં અવરોધરૂપ બની શકે છે.
કંપનીમાંથી છટણી કરવાના સમયે વખતે તેમણે જાતે જ કર્મચારીઓને લેટર લખ્યો હતો. એમ જણાવતાં બ્રાયને કહ્યું હતું કે, ‘સામાન્ય રીતે આવા લેટર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) લખતું હોય છે, પણ હું એ વખતે હું લાગણીશીલ થઈ ગયો હતો. વર્કપ્લેસમાં લોકોને ફાયર કરવા પડે છે અને તમે પરિવારના સભ્યોને ફાયર નથી કરતા. હું વર્કપ્લેસને એક ફૅમિલી માનતો હોત તો પણ તે ડિસફંક્શનલ ફૅમિલી હોત.’