ઉત્તરાખંડમાં ગઈ કાલે પહાડોથી મેદાની વિસ્તાર સુધી મોસમનો મિજાજ બદલાયો હતો અને ભારે બરફવર્ષા થઈ હતી. ટૂરિસ્ટ ડેસ્ટિનેશન નૈનીતાલમાં મોસમની પહેલી બરફવર્ષા થઈ હતી
ઉત્તરાખંડમાં સફેદ ચાદર, નૈનીતાલમાં પહેલી બરફવર્ષા
ઉત્તરાખંડમાં ગઈ કાલે પહાડોથી મેદાની વિસ્તાર સુધી મોસમનો મિજાજ બદલાયો હતો અને ભારે બરફવર્ષા થઈ હતી. ટૂરિસ્ટ ડેસ્ટિનેશન નૈનીતાલમાં મોસમની પહેલી બરફવર્ષા થઈ હતી. મસૂરી, ઔલી, બદરીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ અને માણા ઘાટી સહિતના વિસ્તારમાં જાણે સફેદ ચાદર પથરાઈ હતી. કેદારનાથ ધામમાં નવો એક ફુટ તાજો બરફ પડ્યો હતો.