અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ઠંડીને કારણે થીજી ગયેલા સેલા લેક પર ફરી રહેલા ચાર ટૂરિસ્ટો એકાએક બરફ તૂટી જતાં લેકમાં ફસાઈ ગયા હતા અને મદદ માટે બૂમાબૂમ કરી દીધી હતી.
ટૂરિસ્ટો એકાએક બરફ તૂટી જતાં લેકમાં ફસાઈ ગયા હતા અને મદદ માટે બૂમાબૂમ કરી દીધી હતી.
અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ઠંડીને કારણે થીજી ગયેલા સેલા લેક પર ફરી રહેલા ચાર ટૂરિસ્ટો એકાએક બરફ તૂટી જતાં લેકમાં ફસાઈ ગયા હતા અને મદદ માટે બૂમાબૂમ કરી દીધી હતી. આ ટૂરિસ્ટોને બચાવવાનું કામ મુશ્કેલભર્યું હતું, પણ અધિકારીઓએ અને તેમના સાથીદારોએ વાંસની મદદથી તેમને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
આ ઘટના બાદ કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ આ વિડિયો શૅર કરતાં લખ્યું હતું કે ટૂરિસ્ટોએ અનુભવી લોકોની સાથે જ થીજી ગયેલા તળાવ કે સરોવરો પર ચાલવું જોઈએ, બરફવાળા રસ્તાઓ પર વાહનો સાવધાનીથી ચલાવે અને હિમસ્ખલનથી સાવધાન રહે.