સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં વનિતાએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેને છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવાયો નથી અને માલિકો દ્વારા ક્રૂરતાપૂર્વક ટૉર્ચર કરવામાં આવી રહી છે.
કુવૈતમાં ફસાયેલી તામિલનાડુની મહિલાને સોશ્યલ મીડિયા પર વિડિયો વાઇરલ થયા પછી બચાવી લેવાઈ
કુવૈતમાં ફસાયેલી તામિલનાડુની મહિલાને સોશ્યલ મીડિયા પર વિડિયો વાઇરલ થયા પછી બચાવી લેવાઈ પગાર ન ચૂકવીને ટૉર્ચર કરવામાં આવતું હોવાની ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને તેને સહીસલામત ભારત પાછી લવાઈ
કુવૈતમાં ઘરેલુ કામ માટે ગયેલી તામિલનાડુની વનિતા નામની મહિલાને આખરે સહીસલામત બચાવી લેવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં વનિતાએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેને છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવાયો નથી અને માલિકો દ્વારા ક્રૂરતાપૂર્વક ટૉર્ચર કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ વિડિયોમાં બે બાળકોની માતા વનિતાએ રડતાં-રડતાં કલ્લાકુરિચી જિલ્લાના કલેક્ટર અને સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SP) પાસે મદદની માગણી કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે ૩ મહિના પહેલાં જ એજન્ટ મારફત કુવૈત ગઈ હતી અને હવે આ અત્યાચાર સહન કરી શકે એમ નથી. વનિતાની માતા વેનિલાએ પણ એજન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવીને સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહીની માગણી કરી હતી.
આ હૃદયદ્રાવક અપીલ બાદ તામિલનાડુ વહીવટી તંત્ર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક હરકતમાં આવ્યાં હતાં અને ભારે જહેમત ઉઠાવીને તેને કુવૈતથી બચાવી લીધી હતી. શુક્રવારે વનિતાનો વધુ એક વિડિયો સામે આવ્યો છે જેમાં તે સહીસલામત ભારત પાછા ફર્યા બાદ પોતાને બચાવવા બદલ તંત્ર અને સરકારનો આભાર માની રહી છે.
