Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બિહારના ઔરંગાબાદમાં ૪ ડિસેમ્બરે સોમનાથ મંદિરના મૂળ શિવલિંગના અવશેષો દર્શનાર્થે મુકવામાં આવશે

બિહારના ઔરંગાબાદમાં ૪ ડિસેમ્બરે સોમનાથ મંદિરના મૂળ શિવલિંગના અવશેષો દર્શનાર્થે મુકવામાં આવશે

Published : 17 November, 2026 12:05 PM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાગલપુર, મુંગેર, મુઝફ્ફરપુર, પટના અને ઔરંગાબાદના શ્રદ્ધાળુઓ આ પવિત્ર અવશેષોનાં દર્શનનો લહાવો લઈ શકશે.

સોમનાથ શિવલિંગ (ફાઇલ તસવીર)

સોમનાથ શિવલિંગ (ફાઇલ તસવીર)


ભગવાન શિવના ભક્તો માટે ૪ ડિસેમ્બરનો દિવસ અત્યંત ખાસ રહેશે. આ દિવસે ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના મૂળ શિવલિંગના પવિત્ર અવશેષો બિહારના ઔરંગાબાદ શહેરમાં પહોંચશે. સાંજે પાંચ વાગ્યાથી સામાન્ય શ્રદ્ધાળુઓ આ અવશેષોનાં દર્શન કરી શકશે. સરકારના વરિષ્ઠ અધિકારી પ્રશાંત કુમારે આ વિશે સત્તાવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિમાં ભગવાન શિવનું વિશિષ્ટ મહત્ત્વ છે અને દેશનાં ૧૨ જ્યોતિર્લિંગોમાં સોમનાથની આગવી ઓળખ છે. આશરે એક હજાર વર્ષ પહેલાં વિદેશી આક્રમણકારોએ સોમનાથ મંદિરને નુકસાન પહોંચાડીને શિવલિંગ ખંડિત કર્યું હતું. એ સમયે મંદિરના પુરોહિત પરિવારે એના ટુકડા સુરક્ષિત રાખ્યા હતા અને અનેક પેઢીઓ સુધી ગુપ્ત રીતે એનું રક્ષણ કર્યું હતું. લગભગ ૧૦૦ વર્ષ પહેલાં રાંચીના શંકરાચાર્યે આ પરિવારને આગામી ૧૦૦ વર્ષ સુધી આ અવશેષો સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. હવે આ પરિવારે પવિત્ર અવશેષો આર્ટ ઑફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરને સોંપ્યા હતા. આવતા વર્ષે સોમનાથ મંદિરમાં એની પુનઃ સ્થાપના કરવામાં આવશે.

દેશભરમાં દર્શનયાત્રા



મંદિરમાં સ્થાપના કરતા પહેલાં દેશભરના શ્રદ્ધાળુઓ માટે આ અવશેષોની દર્શનયાત્રા કાઢવામાં આવી રહી છે. હિમાચલ પ્રદેશના ચંબાથી શરૂ થયેલી આ યાત્રા ભોપાલ, પ્રયાગરાજ અને હરિયાણા થઈને એકથી ૧૦ ડિસેમ્બર સુધી બિહારમાં રહેશે. ભાગલપુર, મુંગેર, મુઝફ્ફરપુર, પટના અને ઔરંગાબાદના શ્રદ્ધાળુઓ આ પવિત્ર અવશેષોનાં દર્શનનો લહાવો લઈ શકશે.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 12:05 PM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK