Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન અને સોનુ સૂદ શરદ કપૂરની મદદે આવ્યા

સલમાન ખાન અને સોનુ સૂદ શરદ કપૂરની મદદે આવ્યા

Published : 17 November, 2026 11:58 AM | Modified : 17 November, 2026 12:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિડિયો ચર્ચામાં આવ્યા પછી એવી વાતો ફેલાઈ હતી કે શરદ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. જોકે શરદે પોતે સ્પષ્ટતા કરી છે કે આ વાત સાચી નથી. સ્પષ્ટતા કરતાં શરદે કહ્યું હતું કે ‘લોકો કહી રહ્યા છે કે મને મદદની જરૂર છે. કદાચ આવું કહ્યા વિના વ્યુઝ મળતા નહીં.

શરદ કપૂર, સલમાન ખાન અને સોનું સૂદ

શરદ કપૂર, સલમાન ખાન અને સોનું સૂદ


‘જોશ’ સહિત અનેક મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા શરદ કપૂરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વિડિયોમાં તે પગમાં થયેલી ઈજાને કારણે વૉકરની મદદથી ચાલતો જોવા મળ્યો હતો. આ પછી શરદે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લોકોને કામ આપવા અને મદદ કરવા અપીલ કરી હતી. હવે રિપોર્ટ છે કે સલમાન ખાન અને સોનુ સૂદ ઍક્ટરની મદદ માટે આગળ આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સલમાને વિડિયો જોયા પછી શરદનો સંપર્ક કરીને તેના ખબરઅંતર પૂછ્યા હતા અને મદદ કરવાની ખાતરી પણ આપી છે. ખબર પડી છે કે સલમાન તેને આર્થિક મદદ કરી રહ્યો છે. બીજી તરફ સોનુ સૂદે તો શરદના પગની ઈજાની સારવાર માટે મેડિકલ ટીમ મોકલી છે.

વિડિયો ચર્ચામાં આવ્યા પછી એવી વાતો ફેલાઈ હતી કે શરદ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. જોકે શરદે પોતે સ્પષ્ટતા કરી છે કે આ વાત સાચી નથી. સ્પષ્ટતા કરતાં શરદે કહ્યું હતું કે ‘લોકો કહી રહ્યા છે કે મને મદદની જરૂર છે. કદાચ આવું કહ્યા વિના વ્યુઝ મળતા નહીં હોય. હકીકતમાં મારી સામે એક જ સમસ્યા છે કે ઘરની સાફસફાઈ માટે મને કોઈ વ્યક્તિ મળી રહી નથી. બસ આટલી જ મુશ્કેલી છે. આર્થિક રીતે હું ઠીક છું. મને માત્ર સારા કામની જરૂર છે. કામ માગવામાં મને કોઈ શરમ નથી. અત્યારે મને પ્રોજેક્ટ્સ મેળવવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. મને આશા છે કે લોકો મને સાથ આપશે. ઇન્ડસ્ટ્રીએ હંમેશાં મને સપોર્ટ કર્યો છે અને અહીંના લોકો મને ખૂબ ગમે છે. ઘણા લોકોએ મને પૂછ્યું છે કે શું મને કોઈ મદદની જરૂર છે, પણ મેં તેમની પાસે માત્ર કામ જ માગ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK