Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાન આર્મીનો ભૂતપૂર્વ કૅપ્ટન બન્યો બલોચ લિબરેશન આર્મીનો નવો ચીફ

પાકિસ્તાન આર્મીનો ભૂતપૂર્વ કૅપ્ટન બન્યો બલોચ લિબરેશન આર્મીનો નવો ચીફ

Published : 17 November, 2026 11:55 AM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લશ્કરી સેવામાંથી રાજીનામું આપ્યાનાં લગભગ ૧૬ વર્ષ પછી તે ઇસ્લામાબાદને પડકાર આપનારા સશસ્ત્ર આંદોલનના વડા તરીકે ઊભરી આવ્યો હતો.

રહમાન ગુલ ઉર્ફે મુરીદ

રહમાન ગુલ ઉર્ફે મુરીદ


બલોચ લિબરેશન આર્મી (BLA)ની સિનિયર કમાન્ડ કાઉન્સિલની દેખરેખ હેઠળ સંગઠનના નેતૃત્વમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ‘ધ બલૂચિસ્તાન પોસ્ટ’ (TBP)ના અહેવાલ મુજબ BLAએ શનિવારે રહમાન ગુલ ઉર્ફે મુરીદને પોતાના નવા ચીફ તરીકે જાહેર કર્યા હતા.

રહમાન ગુલનો ભૂતકાળ એ જ સૈન્ય સાથે જોડાયેલો છે જેની સામે તે અત્યારે લડી રહ્યો છે. તે અગાઉ પાકિસ્તાન આર્મીમાં કૅપ્ટન તરીકે ફરજ બજાવી ચૂક્યો છે અને તેણે વઝીરિસ્તાનમાં પાકિસ્તાની તાલિબાન સામેના ઑપરેશનમાં પણ ભાગ લીધો હતો. લશ્કરી સેવામાંથી રાજીનામું આપ્યાનાં લગભગ ૧૬ વર્ષ પછી તે ઇસ્લામાબાદને પડકાર આપનારા સશસ્ત્ર આંદોલનના વડા તરીકે ઊભરી આવ્યો હતો.

વૃશ્ચિક સંક્રાન્તિ નિમિત્તે યમુનાજીમાં થયો ચુનરી મનોરથ

ગઈ કાલે સૂર્ય દેવે તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો એટલે કે વૃશ્ચિક સંક્રાન્તિ હતી. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને વસ્ત્રઅર્પણ કરવાથી અક્ષયપુણ્યની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. આ નિમિત્તે ગઈ કાલે મથુરામાં યમુનાજીમાં ભવ્ય ચુનરી મનોરથ યોજાયો હતો. મથુરાના વિશ્રામ ઘાટ અને સ્વામી ઘાટ પર લગભગ ૧૨૧ સાડીઓને સીવીને યમુનાજીને ચડાવવામાં આવી હતી. એ પહેલાં યમુનાજીમાં દુગ્ધાભિષેક કરવામાં આવ્યો હતો. માન્યતા છે કે શ્રીકૃષ્ણ બાળલીલા કરીને યમુનાના જળમાં છુપાઈ ગયા હતા ત્યારે ગોપીઓની વિનંતી પર યમુનાજીએ કાનુડાને શોધવામાં સહાયતા કરી હતી. હરખઘેલી થઈ ગયેલી ગોપીઓએ આભાર વ્યક્ત કરવા યમુના મૈયાને પોતપોતાની ચુનરીઓ ભેટ ચડાવી હતી. 

કુલગામમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. એન્કાઉન્ટર સ્થળેથી તેનું શબ મળી આવ્યું હતું. વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ-ઑપરેશન હજી ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આતંકવાદીઓની હાજરીની આશંકાને પગલે આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ૧૧ નવેમ્બરે કુલગામના મીર બજાર પાસે આવેલી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ચેકપોસ્ટ પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. આ ઘટના બાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં સઘન તપાસ-અભિયાન શરૂ કર્યું હતું.

આંધ્ર પ્રદેશ પર ૧૨૦થી ૧૩૦ કિલોમીટરની ઝડપે ત્રાટકશે અકવન વાવાઝોડું, ઓડિશા-બંગાળમાં અલર્ટ

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે ‘અકવન’ વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને એ ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરીને આંધ્ર પ્રદેશના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની ચેતવણી મુજબ આ વાવાઝોડું ૨૦ નવેમ્બરે બપોરની આસપાસ આંધ્ર પ્રદેશ અને યનમ વચ્ચે ૧૨૦થી ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ત્રાટકવાની શક્યતા છે. પવનની ઝડપ ૧૪૫ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે.
આંધ્ર પ્રદેશમાં છેલ્લા એક મહિનામાં ‘અર્નબ’ અને ‘મુરાસુ’ પછી આ ત્રીજું મોટું વાવાઝોડું ત્રાટકે એવી શક્યતા છે. મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની ટીમો તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. આ વાવાઝોડાની અસરને પગલે ૧૯ નવેમ્બરથી ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
ઓડિશા સરકારે ગંજમ સહિતના દક્ષિણના જિલ્લાઓમાં જોખમી વિસ્તારો ખાલી કરાવવાના આદેશ આપ્યા છે; જ્યારે પશ્ચિમ બંગાળના હવામાન વિભાગે કલકત્તા, હાવડા અને આસપાસના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. દરિયામાં ઊંચાં મોજાં ઊછળવાની શક્યતા હોવાથી ૨૧ નવેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં 
આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 11:55 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK