Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Petrol Diesel Price Hike: પેટ્રોલે પાડી પસ્તાળ! હવે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આટલો વધારો ઝીંકાયો

Petrol Diesel Price Hike: પેટ્રોલે પાડી પસ્તાળ! હવે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આટલો વધારો ઝીંકાયો

Published : 19 May, 2026 10:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Petrol Diesel Price Hike: આજે ફરી એકવાર ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લિટર દીઠ ૯૦ પૈસાનો વધારો ઝીંકયો છે. હજી તો પાંચ દાડા અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણેક રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Petrol Diesel Price Hike: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધનો ફટકો સામાન્ય જનતા પર પણ પડી રહ્યો છે.હજી તો હમણાં જ ઈંધણની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે આજે મંગળવારે ફરી એકવાર ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લિટર દીઠ ૯૦ પૈસાનો વધારો ઝીંકયો છે. હજી તો પાંચ દાડા અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણેક રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. ઓઇલ કંપનીઓનું દૈનિક નુકસાન લગભગ 1000 કરોડ રૂપિયા સુધીનું કહેવાતું હતું, જે હવે ઘટીને લગભગ 750 કરોડ રૂપિયા પ્રતિ દિન થઈ ગયું હોવાનું કહેવાઈ રહ્યું છે. છતાં પણ ક્રૂડ ઓઇલના મોંઘા ભાવ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયો નબળો પડવાને કારણે ઓઇલ કંપનીઓને માથે ભાર છે.

જોઈ લો પ્રમુખ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના બદલાયેલા ભાવ



રાજધાની દિલ્હીથી લઈને દેશભરના પ્રમુખ શહેરોમાં આ વધારો જોવા મળી રહ્યો છે. (Petrol Diesel Price Hike) આજે જે નવો વધારો કરાયો છે ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા જેટલું મોંઘુ થઈ ગયું છે અને હવે તે 98.64 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.  દિલ્હીમાં ડીઝલની કિંમતમાં પણ 91 પૈસાનો વધારો થયો છે અને હવે તે 91.58 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. માયાનગરી મુંબઈમાં પેટ્રોલની કિંમત 91 પૈસા વધીને 107.59 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 94 પૈસા વધીને 94.08 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કોલકાતામાં પેટ્રોલની કિંમતમાં 96 પૈસાનો વધારો થયો છે, જે 109.70 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલની કિંમત 94 પૈસા વધીને 96.07 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. ચેન્નાઈની વાત કરીએ તો ત્યાં પણ પેટ્રોલની કિંમત 82 પૈસા વધીને 104.49 રૂપિયા અને ડીઝલની કિંમત 86 પૈસા વધીને 96.11 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગઈ છે.


હજી પણ હોર્મુઝમાં સ્થિતિ નોર્મલ તો નથી જ 

છેલ્લા દોઢ મહિનાથી પશ્ચિમ એશિયાની કટોકટી (Petrol Diesel Price Hike) તેમ જ હોર્મુઝ સામુદ્રધુનીમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે તેની સીધી અસર ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ અને એલપીજીના ભાવ પર જોવા મળી રહી છે. હજી પણ હોર્મુઝમાં સ્થિતિ નોર્મલ તો થઈ નથી. જેથી દેશમાં પણ ક્રૂડ ઓઇલ, એલપીજી અને નેચરલ ગેસની આયાત પર જબરદસ્ત અસર જોવા મળી રહી છે. એક્ તરફ સરકાર લોકોને રાહત આપતાં જણાવી રહી છે કે હાલમાં દેશમાં ઇંધણની છટ નથી અને તમામ રિફાઈનરીઓ રાબેતા મુજબ જ ચાલી રહી છે અને દેશમાં કાચા તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.


તો શું ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થશે?

નિષ્ણાતોના કહેવા પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ (Petrol Diesel Price Hike)ની અસર અને ડોલર સામે રૂપિયાની સ્થિતિને કારણે સ્થાનિક ઇંધણના ભાવ પર અસર થઈ રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે તે જોતાં લાગે છે કે આવનાર સમયમાં ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો આવશે જ. ટૂંકમાં શાકભાજી, દૂધ, રૅશન અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK