Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખાણીપીણી માટે ખિસ્સા પર વધારાનો બોજ આવવાનો શરૂ

ખાણીપીણી માટે ખિસ્સા પર વધારાનો બોજ આવવાનો શરૂ

Published : 19 May, 2026 08:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

LPG, CNG, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સાઇડ-ઇફેક્ટ વર્તાવા લાગી, સ્ટૉલ પરનાં વડાપાંઉ-ઇડલીથી લઈને રેસ્ટોરાંની વાનગીઓ થઈ મોંઘી

સ્વસ્તિક ફાસ્ટ ફૂડમાં પણ ફ્રૅન્કી સહિતની વાનગીઓમાં પાંચથી ૧૦ રૂપિયાનો વધારો થઈ ગયો છે.

સ્વસ્તિક ફાસ્ટ ફૂડમાં પણ ફ્રૅન્કી સહિતની વાનગીઓમાં પાંચથી ૧૦ રૂપિયાનો વધારો થઈ ગયો છે.


હોર્મુઝ સ્ટ્રેટની મોકાણ અને યુદ્ધને કારણે વધેલા ક્રૂડ ઑઇલના ભાવની અસર આખરે ભારતમાં દેખાઈ રહી છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG), કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) તેમ જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે શાકભાજી-દૂધના ભાવમાં વધારા બાદ હવે રેસ્ટોરાં અને સ્ટૉલ્સમાં મળતી વાનગીઓ પણ મોંઘી થઈ છે.

શહેરના અનેક સ્ટૉલ્સ પર મળતી ફ્રૅન્કી, ઇડલી-મેદુવડાં-સાંભાર, વડાપાંઉ, દાબેલી જેવી વસ્તુઓના ભાવ પાંચથી ૧૦ રૂપિયા વધારી દેવામાં આવ્યા છે, જ્યારે કસ્ટમર્સ ગુમાવવાના ડરે હજી અમુક ફૂડ-જૉઇન્ટ્સ ભાવ વધારવાનું ટાળી રહ્યાં છે.



રેસ્ટોરાં દ્વારા પણ જૂનું મેનું બદલીને વધારેલા ભાવ દર્શાવતાં મેનુ મૂકવામાં આવી રહ્યાં છે. બોરીવલી-વેસ્ટમાં આવેલી મહાલક્ષ્મી રેસ્ટોરાંએ પણ શનિવારે કસ્ટમર્સ માટે નવું મેનુ અમલમાં મૂકી દીધું છે. એટલે હવે ફૂડ-લવર મુંબઈગરાઓએ પોતાની મનપસંદ વાનગીઓ આરોગવા માટે ખિસ્સાં થોડાં વધુ હળવાં કરવાં પડશે. 


પહેલાં અને અત્યારે


નુકસાન ન થાય એનો ભય

ભાવવધારાનું કારણ જણાવતાં મહાલક્ષ્મી રેસ્ટોરાંના ઓનરના પુત્ર વિશ્વાસ શેટ્ટીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે જથ્થાબંધ શાકભાજી, લોટ અને અન્ય સામગ્રી લાવીએ છીએ એમાંની મોટા ભાગની વસ્તુઓના ભાવ ‍વધી ગયા છે. કમર્શિયલ ગૅસ જે અમે વહેલી સવારથી રાત્રે દોઢ વાગ્યે રેસ્ટોરાં બંધ થાય ત્યાં સુધી ઉપયોગમાં લઈએ છીએ એ પણ મોંઘો થઈ ગયો છે. આ બધી વસ્તુઓ ઉપરાંત સ્ટાફના ખર્ચા પણ વધી ગયા છે. પ્રૉફિટ ઓછો થાય એ પરવડે, પણ નુકસાન થાય એ કેવી રીતે પોસાય?’

ઘણી રાહ જોયા પછી ભાવ વધાર્યો

કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલી આલોક પ્રતાપ સિંહની સ્વસ્તિક ફાસ્ટ ફૂડમાં પણ ફ્રૅન્કી અને સૅન્ડવિચ સહિતની વસ્તુઓના ભાવ વધારી દેવામાં આવ્યા છે અને નવું મેનુ પણ રવિવારે ટેબલ પર મૂકવાનું શરૂ થયું છે. તેમના સ્ટાફ ગુડ્ડુ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે LPGના ભાવ ઘટે એની ઘણી રાહ જોઈ, પરંતુ હવે તો બીજી બધી જ વસ્તુઓના ભાવ વધ્યા છે ત્યારે ભાવ ઘટે એવી શક્યતા ન હોવાથી મિનિમમ ભાવવધારો કર્યો છે. ચીઝ-પનીરના ભાવ વધતાં અમારે આમ કરવું જરૂરી બની ગયું હતું. રેગ્યુલર કસ્ટમર્સ અમને રવિવાર સાંજથી ભાવ ક્યોં બઢાયા એમ પૂછી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK