Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શુક્રવારે ૨૭ ફ્લાઇટમાં બૉમ્બ મુકાયાની ધમકી મળી

શુક્રવારે ૨૭ ફ્લાઇટમાં બૉમ્બ મુકાયાની ધમકી મળી

Published : 26 October, 2024 07:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા બાર દિવસમાં ૨૭૫થી વધારે ફ્લાઇટોમાં બૉમ્બ મૂકવાની ધમકી મળી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શુક્રવારે ૨૭ ફ્લાઇટમાં બૉમ્બ મૂકવામાં આવ્યા હોવાની ધમકી મળી હતી. આ ફ્લાઇટોમાં વિસ્તારા, ઇન્ડિગો અને સ્પાઇસ જેટની કુલ સાત-સાત ફ્લાઇટ અને ઍર ઇન્ડિયાની છ ફ્લાઇટનો સમાવેશ થતો હતો. ઇન્ડિગોની કોઝીકોડથી દમ્મામ જતી ફ્લાઇટને સલામતીને લગતી ધમકી મળી હતી. ઉદયપુર-દિલ્હી ફ્લાઇટમાં બૉમ્બ મૂકવાની ધમકી મળતાં ફ્લાઇટને સલામત રીતે અલગ વિસ્તારમાં લઈ જઈને આખી ફ્લાઇટની ચકાસણી કરવામાં આવી હતી. ઇન્ડિગોની અન્ય ફ્લાઇટોમાં ઉદયપુરથી દિલ્હી, દિલ્હીથી ઇસ્તાનબુલ, જેદ્દાહથી મુંબઈ, મુંબઈથી ઇસ્તાનબુલ, હૈદરાબાદથી ચંડીગઢ અને પુણેથી જોધપુરની ફલાઇટનો સમાવેશ થતો હતો. ગયા બાર દિવસમાં ૨૭૫થી વધારે ફ્લાઇટોમાં બૉમ્બ મૂકવાની ધમકી મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2024 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK