Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Delhi

લેખ

ગઈ કાલે દિલ્હી ઍરપોર્ટ પર તહવ્વુર હુસેન રાણા સાથે NIAના અધિકારીઓ.

દેશનો દુશ્મન તહવ્વુર રાણા આખરે ભારતની જેલમાં

NIAના અધિકારીઓ અમેરિકાથી સ્પેશ્યલ પ્લેનમાં તેને લઈને ગઈ કાલે સાંજે ૬.૨૨ વાગ્યે દિલ્હી પહોંચ્યા

11 April, 2025 07:36 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તહવ્વુર રાણા (સૌજન્ય મિડ-ડે)

Tahawwur Rana: મુંબઈ હુમલાનો આરોપી રાણા લાવવામાં આવ્યો ભારત, કોણે કરી NIAની મદદ?

સાંજે રાણાને સફળતાપૂર્વક ભારત લાવવામાં આવ્યો. NIA સહિત અનેક એજન્સીઓ રાણાની પૂછપરછ કરશે. યુએસ સ્કાય માર્શલ્સ `USDOJ`ની સક્રિય સહાયથી, NIA એ સમગ્ર પ્રત્યાર્પણ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

11 April, 2025 06:57 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અક્ષર પટેલ, કે. એલ. રાહુલ, કૅપ્ટન રજત પાટીદાર અને જોશ હેઝલવુડ.

આજે દિલ્હીના વિજયરથને રોકી શકશે બૅન્ગલોર?

ત્રણેય મૅચ જીતીને દિલ્હી કૅપિટલ્સ આ વખતે હજી સુધી અપરાજિત. આ સીઝનની RCBની આ બીજી હોમ-ગેમ છે, પહેલી હોમ-ગેમ એણે ગુમાવી હતી. RCB આ સીઝનમાં અત્યાર સુધીમાં ચાર મૅચમાંથી ત્રણ મૅચ જીત્યું છે જ્યારે DCએ પોતાની ત્રણેય મૅચ જીતી છે.

11 April, 2025 06:52 IST | Delhi | Gujarati Mid-day Correspondent
 ગઈ કાલે વિજ્ઞાનભવનમાં આયોજિત વિશ્વ નવકાર મહામંત્ર દિવસના સમારોહમાં નરેન્દ્ર મોદી.

નવી પેઢી માટે નવકાર મંત્ર માત્ર એક જાપ નથી, એક દિશા છે

ગઈ કાલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાનભવનમાં આયોજિત સમારોહમાં ભાગ લીધો હતો અને સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદી જે બોલ્યા એ અહીં શબ્દશઃ રજૂ કર્યું છે

10 April, 2025 07:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

યમુના નદીની સફાઈ શરૂ (તસવીર: મિડ-ડે)

યમુના નદી કેટલી થઈ સ્વચ્છ? દિલ્હીના પ્રધાને બોટમાં બેસી કર્યો સર્વે, જુઓ તસવીરો

દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ વર્માએ બુધવારે બોટમાં બેસીને યમુના નદીનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 10 દિવસમાં નદીમાંથી 1,300 ટન કચરો દૂર કરવામાં આવ્યો છે.(તસવીરો: મિડ-ડે)

06 March, 2025 06:59 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
છોલે ભટુરે જોઈને મ્હોમાં પાણી આવી જાય એ ચોક્કસ - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ અસલ પુરાની દિલ્હીના છોલે ભટુરે અને અન્ય ઉત્તર ભારતીય વાનગીઓ અમદાવાદમાં

હેરિટેજ સીટી અમદાવાદ શહેરમાં છોલે ભટુરે અને છોલે કુલ્ચે વેચતા નાના, મોટા સ્ટોલ્સ, લારીઓ અને ઘણી રેસ્ટોરન્ટમાં તેનો સ્વાદ માણવા મળી જાય છે. પરંતુ અમદાવાદમાં એવી ઓછી જ જગ્યાઓ હશે જ્યાં ‘દિલવાલોં કી દિલ્હી’ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેવાં અસલી સ્વાદ વાળા છોલે ભટુરા સાથે શુદ્ધ ઉત્તર ભારતીય વાનગીઓ એકસાથે મળી રહે. કારણકે કહેવાય છે કે `દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી`, તે જ રીતે અમદાવાદમાં સંખ્યાબંધ જગ્યાએ મળતા દિલ્હીના છોલે ભટૂરે, દિલ્હી જેવા સ્વાદવાળા બિલકુલ નથી હોતા. દિલ્હીના છોલેમાં ભેળવવામાં આવતા ખાસ ખડા મસાલાની ખાસિયત અલગ જ હોય છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

01 March, 2025 07:25 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં ભાજપના કાર્યકરોએ શરૂ કરી જોરદાર ઉજવણી (તસવીરો/અતુલ કાંબલે)

દિલ્હી ચૂંટણીમાં જીતની ઉજવણી મુંબઈમાં પણ, ભાજપના કાર્યકરોનું જોરદાર સેલિબ્રેશન

મુંબઈમાં ભાજપના કાર્યકરો પાર્ટીના કાર્યાલયની બહાર ઉજવણી કરી રહ્યા છે, મુંબઈમાં ભાજપના કાર્યકરો 26 વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, તે પહેલા ઉજવણી કરતાં જોવા મળી રહ્યા છે. બપોરે ચાર વાગ્યાના આંકડા મુજબ ભાજપ પાસે બહુમત સાથે ઘણી બેઠકો પર લીડ પણ જોવા મળી રહી છે. (તસવીરો/અતુલ કાંબલે)

08 February, 2025 03:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 નિર્મલા સીતારમણ (તસવીર: મિડ-ડે)

Photos: જુઓ કેન્દ્રીય બજેટ 2025 ના મુખ્ય મુદ્દાઓ, જાણો નાણા પ્રધાને શું કહ્યું

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ સમક્ષ કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. આ બજેટને લઈને નાગરિકોની અપેક્ષાઓ ખૂબ જ ઉચ્ચ હતી. અહીં જાણો કે બજેટ જાહેર કરતી વખતે ફાયનાન્સ મિનિસ્ટરે કયા મહત્ત્વના મુદ્દાઓ વિશે શું કહ્યું.

01 February, 2025 02:47 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

પીયુષ ગોયલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા

પીયુષ ગોયલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે આતંકવાદી તહવ્વુર હુસૈન રાણા પર કોંગ્રેસ સરકારની ટીકા કરી. તેમણે જેલમાં બંધ આતંકવાદીઓને બિરયાની આપવા બદલ કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યો. 26/11ના આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર, તેમણે કહ્યું, "અમને મોદીજી પર ગર્વ છે કે તેમણે આપણા દેશને નુકસાન પહોંચાડનારા લોકોને કડક સજા મળે તે સુનિશ્ચિત કરવાનો સંકલ્પ કર્યો..."  મીડિયાને સંબોધતા તેમણે કહ્યું, "કોંગ્રેસ સરકાર દરમિયાન, આતંકવાદીઓએ આ જ હોટલ (તાજ પેલેસ) પર હુમલો કર્યો હતો જ્યાં અમે હાજર છીએ. લોકો અહીં મૃત્યુ પામ્યા. પરંતુ કોંગ્રેસે આતંકવાદીઓને સજા આપવા માટે કંઈ કર્યું નહીં... તે પીએમ નરેન્દ્ર મોદીનો સંકલ્પ હતો કે આપણા દેશને નુકસાન પહોંચાડનારા લોકોને કડક સજા મળે... 26/11ના મુંબઈ હુમલાના આરોપીઓને આખરે ભારતમાં આપણા કાયદા મુજબ સજા મળશે... શિવસેના યુબીટી અને સંજય રાઉત કોંગ્રેસ કરતાં તુષ્ટિકરણમાં વધુ સામેલ છે..."

10 April, 2025 03:30 IST | New Delhi
અગ્લી હંગામાએ જેકેના એસેમ્બલીને હચમચાવ્યો

અગ્લી હંગામાએ જેકેના એસેમ્બલીને હચમચાવ્યો

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં 09 એપ્રિલના રોજ ત્રીજા દિવસે ભારે હંગામો થયો હતો. AAP ધારાસભ્ય મેહરાજ મલિકની ભાજપના ધારાસભ્યો સાથે ઉગ્ર દલીલ થઈ ત્યારે હોબાળો વધુ ખરાબ બન્યો હતો.

09 April, 2025 04:05 IST | Jammu And Kashmir
નવી સંસદમાં પીએમ મોદીએ જૈન ધર્મ પર પ્રકાશ પાડ્યો

નવી સંસદમાં પીએમ મોદીએ જૈન ધર્મ પર પ્રકાશ પાડ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં `નવકાર મહામંત્ર દિવસ` કાર્યક્રમમાં ભાગ લીધો, જ્યાં તેમણે અન્ય લોકો સાથે પવિત્ર જૈન મંત્ર, `નવકાર મહામંત્ર`નો જાપ કર્યો. સભાને સંબોધતા. પ્રધાનમંત્રીએ નવી સંસદ ભવનમાં જૈન ધર્મના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો.

09 April, 2025 02:00 IST | New Delhi
દિલ્હી એરપોર્ટ પર દુબઈના ક્રાઉન પ્રિન્સનું ભારતમાં ભવ્ય સ્વાગત

દિલ્હી એરપોર્ટ પર દુબઈના ક્રાઉન પ્રિન્સનું ભારતમાં ભવ્ય સ્વાગત

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે ભારત પહોંચ્યા પછી દિલ્હી એરપોર્ટ પર સાંસ્કૃતિક પ્રદર્શન નિહાળ્યું. તેઓ અહીં ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત પર છે. તેમનું ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું અને એરપોર્ટ પર રાજ્યમંત્રી સુરેશ ગોપી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

08 April, 2025 06:05 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK