Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહાશિવરાત્રી પર નક્કી થઈ કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ

મહાશિવરાત્રી પર નક્કી થઈ કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ

Published : 18 February, 2023 12:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જાણી લો ક્યારથી કરી શકાશે કેદારનાથમાં દર્શન

તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

તસવીર સૌજન્ય : આઇસ્ટૉક


મહાશિવરાત્રી (Maha Shivratri)ના શુભ અવસર પર કેદારનાથ ધામ (Kedarnath Dham)ના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ૨૫ એપ્રિલથી ભક્તો માટે બાબાના દ્વાર ખુલશે. સવારે ૬.૨૦ વાગ્યાથી ભક્તો કેદારનાથ મંદિરના દર્શન કરી શકશે.


આજે મહાશિવરાત્રીના અવસરે ઓમકારેશ્વર મંદિર (Omkareshwar Temple)માં સવારે ચાર વાગ્યાથી મહાભિષેક પૂજાનો પ્રારંભ થયો હતો. સવારે ૮.૩૦ વાગ્યે કેદાનાથની આરતી કરવામાં આવી હતી અને ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે નવ વાગ્યાથી મંદિર શિખરના આચાર્ય પંચકેદાર ગદ્દીસ્થલ પર પંચાંગ ગણતરી માટે બેઠા અને કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ નક્કી કરી. કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું કે, આ પ્રસંગે કેદારનાથના રાવલ ભીમાશંકરના પ્રતિનિધિ તરીકે હાજર હતા. ઓમકારેશ્વર મંદિર પરિસરમાં દિવસભર ભજન કીર્તન ચાલુ રહેશે.



આ પણ વાંચો - આહાહા...સોનાની સાઈકલ! ગોવિંદભાઈની જામનગરથી `શિવ` નગર સુધીની અદ્ભુત યાત્રા


તમને જણાવી દઈએ કે, બદ્રીનાથ ધામ (Badrinath Dham)ના દરવાજા ખોલવાની જાહેરાત પણ થઈ ગઈ છે. આ વર્ષે ૨૭ એપ્રિલે સવારે ૭.૧૦ વાગ્યે દરવાજા ખોલવામાં આવશે.

આ પણ વાંચો - ચાલો ફરવાઃ એ દિવસે પશુનો અવાજ ન આવ્યો હોત તો કેદારનાથ મંદિર અહીં બન્યું હોત – કેદારકંઠા ટ્રેક ભાગ ૩


કોરોના સમયગાળાના બે વર્ષ પછી વર્ષ ૨૦૨૨માં પ્રતિબંધ વિના નીકળેલી ચારધામ યાત્રાએ ગયા વર્ષે નવો રેકોર્ડ બનાવ્યો હતો. પ્રથમ વખત ૪૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચાર ધામની મુલાકાત લીધી હતી. ૧૯મી નવેમ્બરે બદ્રીનાથ ધામના દરવાજા બંધ થતાં ચારધામ યાત્રાનું સમાપન થયું હતું. ગયા વર્ષે ૧૭,૬૦,૬૪૬ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. તે જ સમયે ૬,૨૪,૪૫૧ શ્રદ્ધાળુઓ ગંગોત્રી ધામ પહોંચ્યા હતા. જ્યારે ૪,૮૫,૬૩૫ શ્રદ્ધાળુઓ દર્શન માટે યમુનોત્રી ધામ પહોંચ્યા હતા. કેદારનાથ યાત્રામાં ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, જે એક રેકૉર્ડ હતો. તે સિવાય યાત્રા દ્વારા ૨૧૧ કરોડનો બિઝનેસ થયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2023 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK