Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dehradun

લેખ

દુલ્હો

જૂતા-ચુરાઈમાં દુલ્હાએ પ૦૦૦ રૂપિયા આપતાં સાળીઓએ દુલ્હાને ભિખારી કહેતાં હાથાપાઈ થઈ

લગ્નસમારંભમાં જૂતા-ચુરાઈની રસમમાં વિવાદ થતાં વાત મારપીટ સુધી પહોંચી ગઈ અને દુલ્હો લગ્ન છોડીને પોલીસમાં ફરિયાદ કરવા પહોંચી ગયો. વાત એમ હતી કે જૂતા-ચુરાઈની રસમ વખતે સાળીઓએ દુલ્હા પાસેથી પચાસ હજાર રૂપિયા માગ્યા હતા પણ તેને ખાલી પાંચ હજાર આપ્યા.

08 April, 2025 11:38 IST | Dehradun | Gujarati Mid-day Correspondent
નૈનીતાલ ટ્રાફિક

નૈનીતાલમાં ટૂરિસ્ટ કારની એન્ટ્રી માટેનો ટૅક્સ ૧૨૦થી વધારીને ૫૦૦ રૂપિયા થઈ શકે છે

ગરમીની સીઝનમાં સહેલાણીઓનો ધસારો વ‌ધી જતો હોવાથી નૈનીતાલ નગરપાલિકાએ ઉત્તરાખંડ હાઈ કોર્ટમાં નૈનીતાલ એન્ટ્રી ટૅક્સમાં વધારો કરવાની દરખાસ્ત મૂકી છે. અત્યાર સુધી વિઝિટર્સ વેહિકલ સાથે નૈનીતાલમાં પ્રવેશતા હોય તો તેમની પાસેથી ૧૨૦ રૂપિયા એન્ટ્રી ટૅક્સ લેવાશે.

07 April, 2025 01:18 IST | Nainital | Gujarati Mid-day Correspondent
પુષ્કર સિંહ ધામી

ઔરંગઝેબપુર હવે શિવાજીનગર

ઉત્તરાખંડમાં ૧૭ સ્થળોનાં બદલાયાં નામ

03 April, 2025 06:53 IST | Dehradun | Gujarati Mid-day Correspondent
આસિફ શેખ

દેહરાદૂનમાં આસિફ શેખની તબિયત લથડી, વ્હીલચૅર પર મુંબઈ આવ્યો

પોતાની તબિયત વિશે વાત કરતાં આસિફ શેખે કહ્યું હતું કે ‘હું દેહરાદૂનમાં શોનું શૂટિંગ કરી રહ્યો હતો. અચાનક મારા પગ સુન્ન થવા લાગ્યા`

27 March, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ભારતભરમાં લોકો ઠેર ઠેર કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન

બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે દેશભરમાં ઠેરઠેર આક્રોશ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અને અત્યાચારનો ભારતમાં પણ સતત વિરોધ થઈ રહ્યો છે. હિન્દુઓ સામે થઈ રહેલા અત્યાચાર અંગે ભારતભરમાં લોકો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સંતો, મહંતોથી લઈને મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પણ આ વિરોધમાં જોડાયા છે. દેશના અનેક શહેરોમાં લોકો વિરોધ કરતાં જોવા મળી રહ્યા છે.

11 December, 2024 05:13 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : એએનઆઇ

Maha Shivratri 2024 : દેશભરમાં અનેરી શિવભક્તિ, જુઓ તસવીરોમાં

Maha Shivratri 2024 : મહાશિવરાત્રી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે. પુરાણો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ભગવાન શિવની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ગઈકાલે મહાશિવરાત્રીના અવસરે દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ દેશભરમાં થયેલી અનેરી શિવભક્તિની ઉજવણી તસવીરોમાં…

09 March, 2024 08:15 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ પીટીઆઈ

Photos: પીએમ મોદીએ દેહરાદૂનમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેહરાદૂનમાં ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ખાતે ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ઘાટન કર્યું.

08 December, 2023 08:09 IST | Dehradun | Gujarati Mid-day Online Correspondent
આ મંદિરની એનર્જી અનુભવવા જેવી છે - તસવીર સૌજન્ય ધર્મિષ્ઠા પટેલ

ચાલો ફરવાઃ જ્યાં રેડિએશન બેલ્ટમાં ગૅપ હોય એવી વિશ્વની 3 જગ્યાઓમાંની એક અહીંયા છે

આજે અમે એક એવા સ્થળની મુલાકાત લેવાના જઈ રહ્યા છીએ, જેનું આધ્યાત્મિક, ધાર્મિક, ઐતિહાસિક, પ્રાકૃતિક, સાયન્સ અને ખગોળની દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. આ એ જગ્યા છે જ્યાં માતા કૌશિકીએ શુંભ- નિશુંભનો વધ કરેલો. આ વિશ્વની એ 3 જગ્યામાંની એક જગ્યા છે જ્યાં વેન એલન રેડિયેશન બેલ્ટમાં ગેપ છે. એવું તો શું છે કે ન ફક્ત હિંદુ સંતો બલ્કે અનેક બૈદ્ધ અને તિબ્બત ગુરુઓ પણ અહીં આવ્યા વગર પોતાની જાતને રોકી નહોંતા શક્યા?  કેમ સ્વામી વિવેકાનંદે ધ્યાન માટે આ જગ્યાની પસંદગી કરેલી? આ તમામ બાબતો અને મારા પ્રવાસના અનુભવોને મેં અહીં વર્ણવવાનો પ્રયાસ કર્યો છે. ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે.  ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. ` તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈએ મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.” ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)

05 May, 2023 05:10 IST | Mumbai | Dharmishtha Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK