કાશી તામિલ સંગમમ પ્રોગ્રામના ત્રીજા વર્ષની ઉજવણીની શરૂઆતમાં ચેન્નઈની વિવિધ સ્કૂલનાં ૧૦૦થી વધુ બાળકોએ બાળઋષિઓના વેશમાં શહેરમાં પદયાત્રા કરી હતી
ચેન્નઈમાં ૧૦૦થી વધુ બાળ મહર્ષિ અગસ્ત્યની વૉકેથૉન યોજાઈ
કાશી તામિલ સંગમમ પ્રોગ્રામ હેઠળ છેલ્લાં ત્રણ વર્ષથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની સંસ્કૃતિના સમન્વયના કાર્યક્રમો યોજાય છે. કાશી તામિલ સંગમમના ત્રીજા વર્ષની થીમ ઋષિ અગસ્ત્યના યોગદાનને બિરદાવવાની હતી, કેમ કે ઋષિ અગસ્ત્ય રાષ્ટ્રને એક કરનારા હતા. રવિવારે ચેન્નઈની કેટલીક સ્કૂલોએ ભેગી મળીને આ કાર્યક્રમ અંતર્ગત એ થીમ પર એક વૉકેથૉન યોજી હતી જેમાં હિન્દી પ્રચારસભાના બિલ્ડિંગથી ઋષિ અગસ્ત્ય આશ્રમ મંદિર સુધી બાળકોએ જાગૃતિયાત્રા કાઢી હતી. કાશી તામિલ સંગમમ કાર્યક્રમ અંતર્ગત ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની સંસ્કૃતિના સમન્વય પરનો મુખ્ય કાર્યક્રમ ૧૫ ફેબ્રુઆરીએ વારાણસીના નમો ઘાટ પાસે યોજાવાનો છે.

