Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


North India

લેખ

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ

આગામી ૨૪ કલાકમાં અનેક રાજ્યોમાં ભારે પવન સાથે મેઘતાંડવની આગાહી

14 April, 2025 01:42 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સિક્કિમની ડોક-લા ચૌકી પાસે આવેલું ભારતની સરહદનું સૌથી પહેલું ગામ દિચુમાં પહેલી વાર વીજળી પહોંચી છે

ભારતના સૌથી પહેલા બૉર્ડર ગામ દિચુમાં ઇલેક્ટ્રિસિટી પહોંચી

અહીં સિક્કિમ સરકાર અને ભારતીય આર્મીની મદદથી ગામમાં વીજળી પહોંચાડવામાં આવી હતી.

08 April, 2025 12:49 IST | Gangtok | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ યુનુસ, પ્રધોત માણિક્ય

ભારતનો હિસ્સો બનવા માગતા બંગલાદેશના ભાગો પર આપણે નિયંત્રણ મેળવવું જોઈએ

ભારતનાં નૉર્થ-ઈસ્ટનાં સાત રાજ્યોને ચીનની ઇકૉનૉમીનું એક્સટેન્શન કહેનારા બંગલાદેશની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસને ત્રિપુરાના ભૂતપૂર્વ રાજવીએ આપ્યો જડબાતોડ જવાબ

03 April, 2025 12:51 IST | Tripura | Gujarati Mid-day Correspondent
બુર્જ ખલીફા અને શ્રીયંત્રની રચનામાં અનેક વાતોનું સામ્ય છે જે તમે બન્નેનો અભ્યાસ કરો તો જ સમજાય.

શ્રીયંત્ર માત્ર સુખ આપવાનું જ નહીં, શાંતિ અને સંતોષ આપવાનું કામ પણ કરે છે

મધ્યબિંદુ પર મેડિટેશન કરવાની એક આખી પદ્ધતિ દક્ષિણ ભારતમાં છે જેના દ્વારા લોકો ધ્યાનમાં પારંગત બને છે

23 March, 2025 04:10 IST | Dubai | Chandrakant Sompura

ફોટા

છોલે ભટુરે જોઈને મ્હોમાં પાણી આવી જાય એ ચોક્કસ - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ અસલ પુરાની દિલ્હીના છોલે ભટુરે અને અન્ય ઉત્તર ભારતીય વાનગીઓ અમદાવાદમાં

હેરિટેજ સીટી અમદાવાદ શહેરમાં છોલે ભટુરે અને છોલે કુલ્ચે વેચતા નાના, મોટા સ્ટોલ્સ, લારીઓ અને ઘણી રેસ્ટોરન્ટમાં તેનો સ્વાદ માણવા મળી જાય છે. પરંતુ અમદાવાદમાં એવી ઓછી જ જગ્યાઓ હશે જ્યાં ‘દિલવાલોં કી દિલ્હી’ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેવાં અસલી સ્વાદ વાળા છોલે ભટુરા સાથે શુદ્ધ ઉત્તર ભારતીય વાનગીઓ એકસાથે મળી રહે. કારણકે કહેવાય છે કે `દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી`, તે જ રીતે અમદાવાદમાં સંખ્યાબંધ જગ્યાએ મળતા દિલ્હીના છોલે ભટૂરે, દિલ્હી જેવા સ્વાદવાળા બિલકુલ નથી હોતા. દિલ્હીના છોલેમાં ભેળવવામાં આવતા ખાસ ખડા મસાલાની ખાસિયત અલગ જ હોય છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

01 March, 2025 07:25 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: પીટીઆઈ

Photos: કડકડતી ઠંડીમાં થથર્યું ઉત્તર ભારત, ગાઢ ધુમ્મસની ઓઢી ચાદર

રવિવારે ઉત્તર ભારતમાં ઈન્ડો-ગંગાના મેદાનોને ધુમ્મસે ઢાંકી દીધા હતા, જેમાં અનેક સ્થળોએ દૃશ્યતાનું સ્તર શૂન્ય મીટર થઈ ગયું હતું.

14 January, 2024 07:05 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઝંસ્કાર રિવર - તસવીર ધર્મિષ્ઠા પટેલ

ચાલો ફરવાઃ ભયનો માહોલ ન ફેલાય એટલે યુવકના મોતના સમાચાર સવાર સુધી છુપા રાખ્યા

આજે આ ટ્રેકનું સૌથી લાંબુ અંતર કાપવાનું હતુ. માર્ગમાં આવતા પવિત્ર ધોધના દર્શનની સાથે તેની પાછળની માન્યતાથી રુબરુ થતાં અમે ભારે ઉત્સાહમાં આગળ વધી રહ્યા હતા. પણ અમને ક્યાં ખબર હતી કે આજની રાત અમારા માટે કાળમુખી સાબિત થવાની હતી. બે યુવકની તબિયત એકદમથી ખરાબ થઈ રહી હતી. વૉકીટૉકી કે સેટેલાઈટ ફોનની સુવિધા નહોતી. જેથી પોટર ચાલતા 19થી 20 કિમીનું અંતર કાપી મદદ માંગવા તિબથી બાકુલા પહોંચ્યો. શું હેલિકોપ્ટર મદદ મળી? શું તે બંન્નેના જીવ બચી શક્યા? ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે.  ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. ` તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈએ મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.” ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)

20 January, 2023 06:02 IST | Mumbai | Dharmishtha Patel
લેહનો નજારો - તસવીર ધર્મિષ્ઠા પટેલ

ચાલો ફરવાઃ મારી આંખ ખુલી ત્યારે હું લેહની સરકારી હોસ્પિટલમાં હતી

મારી આંખ ખુલી ત્યારે હું લેહની સરકારી હોસ્પિટલમાં હતી. થોડીવાર માટે શું થયું હતુ એ સમજવાનો પ્રયાસ કર્યો. તો આંખ સામે એક પછી એક ગઈ કાલ રાતના દ્રશ્યો તરવા લાગ્યા. એવું લાગ્યું જાણે રાતે કરેલી ભૂલની ફિલ્મ રિ પ્લે થઈ રહી હોય. એ સમયે સમજાયું નહીં કે એ ભૂલ પર અફસોસ કરુ કે મેં આંખ ખોલી છે એ નવા જીવનનો ઉત્સવ મનાવુ. મેં એવુ તો કયુ હિમાલયન બ્લન્ડર કર્યુ હતુ? મારા કયા ઓવર કોન્ફિડન્સે મને મોતના મ્હોમાં ધકેલી દીધી. આ બધુ જ હું અહીં લેહ-લદ્દાખ અને ચાદર ટ્રેકની પ્રવાસની સિરીઝમાં વર્ણવા જઈ રહી છું.   ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે.  ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. ` તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈએ મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.” ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)

06 January, 2023 02:44 IST | Mumbai | Dharmishtha Patel

વિડિઓઝ

ભારે વરસાદથી હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને બિયાસ નદીમાં પૂર જેવી સ્થિતિ

ભારે વરસાદથી હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને બિયાસ નદીમાં પૂર જેવી સ્થિતિ

હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી સાથે આગામી 24 થી 48 કલાક માટે `રેડ` એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે કુલ્લુ જિલ્લામાં ભૂસ્ખલન થવાની ઘટનાઓ બની છે અને બિયાસ નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાઈ છે. "સુરક્ષિત રહો, પૂર અને ભૂસ્ખલન માટે તૈયાર રહો," IMD વિભાગે સ્થાનિકો અને મુસાફરોને ચેતવણી આપી છે. કુલ્લુમાં વહેતી બિયાસ નદીના પાણીના પ્રવાહથી નેશનલ હાઈવે 3 નો એક ભાગ ધોવાઈ ગયો હતો. ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો અને  મંડીના સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. IMD એ હિમાચલના લાહુલ અને સ્પીતિ જિલ્લામાં પૂર અને હિમપ્રપાતની ચેતવણી પણ આપી છે.

10 July, 2023 04:06 IST | Shimla

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK