પરિવારજનોએ બન્નેની અંતિમયાત્રા સાથે કાઢી હતી અને તેમને સાથે જ દફનાવવામાં આવ્યા હતા. અતીકના પરિવારમાં પત્ની અને પુત્રીનો સમાવેશ છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કાનપુરમાં પિતાના મૃતદેહને ઘરે લઈ જતી વખતે તેના પુત્રને હાર્ટ-અટૅક આવતાં તેનું પણ મૃત્યુ થયું હતું. ત્યાર બાદ પિતા અને તેમને પુત્રની અંતિમયાત્રા સાથે કાઢવામાં આવી હતી અને તેમને સાથે દફનાવવામાં આવ્યા હતા.
કાનપુરના લઈક અહમદની તબિયત બગડ્યા બાદ તેમનું ૨૦ માર્ચે પ્રાઇવેટ નર્સિંગ હોમમાં મૃત્યુ થયું હતું. તેમનો પુત્ર અતીક તેમને ખૂબ પ્રેમ કરતો હોવાથી તે કાર્ડિયોલૉજીના સ્પેશ્યલિસ્ટ પાસે પિતાને લઈ ગયો, પણ ત્યાંના ડૉક્ટરોએ પણ તેના પિતા મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ ઍમ્બ્યુલન્સમાં પિતાની ડેડ-બૉડી ઘરે જતી હતી અને તે પાછળ બાઇક પર આવી રહ્યો હતો એ સમયે તેને હાર્ટ-અટૅક આવ્યો હતો. અતીકને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ ડૉક્ટરો તેને બચાવી શક્યા નહોતા. પરિવારજનોએ બન્નેની અંતિમયાત્રા સાથે કાઢી હતી અને તેમને સાથે જ દફનાવવામાં આવ્યા હતા. અતીકના પરિવારમાં પત્ની અને પુત્રીનો સમાવેશ છે.

