હરિયાણાના (Haryana) ગુરુગ્રામની 33 વર્ષીય મુનમુન માંઝીએ પોતાને અને દીકરાને ત્રણ વર્ષ સુધી ઘરમાં બંધ રાખ્યો. પોલીસે જણાવ્યું કે હજી થોડાક દિવસ ગયા હોત તો અણબનાવની શક્યતા હતી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
હરિયાણાના (Haryana) ગુરુગ્રામની 33 વર્ષીય મુનમુન માંઝીએ પોતાને અને દીકરાને ત્રણ વર્ષ સુધી ઘરમાં બંધ રાખ્યાં. પોલીસે જ્યાં આ બન્ને મા-દીકરાને ઘરમાંથી બહાર કાઢ્યા, ત્યારે મુનમુને ઘરમાં બંધ રહેવાનું જે કારણ જણાવ્યું, તે જાણીને બધાં ચોંકી ઊઠ્યા છે. પોલીસ અધિકારીએ મુનમુન માંઝી અને તેના દીકરાને મેડિકલ તપાસ માટે હૉસ્પિટલમાં મોકલી દીધાં છે.
પોલીસે બુધવારે મુનમુન માંઝી અને તેમના 10 વર્ષના દીકરાને ઘરમાંથી બહાર કાઢ્યો. મુનમુને ઘરમાંથી બહાર આવ્યા બાદ પોલીસને જણાવ્યું કે તેને એ વાતનો ડર હતો કે જે ઘરમાંથી બહાર નીકળી, તો તેનો 10 વર્ષનો દીકરો કોરોના મહામારીનો શિકાર બનીને મરી જશે. કોરોના મહામારીએ મુનમુનના મગજ પર એટલો ઊંડો પ્રભાવ પાડ્યો, જેને કારણે તેણે આ પગલું લીધું. જો કે, મુનમુન એકલી એવી નથી, જે કોરોના મહામારીના ડરમાં જીવી. આજે પણ અનેક લોકોના મનમાં સંક્રમણને લઈને ખૂબ જ ડર છે.
ADVERTISEMENT
કોરોના વાયરસથી ડરના વિચિત્ર ઉદાહરણ
કોવિડ-19ના ડરનું આ વિચિત્ર ઉદાહરણ એક અઠવાડિયા પહેલા ત્યારે સામે આવ્યું, જ્યારે મુનમુન માંઝીના પતિ સુજાન માંઝીએ પોલીસનો સંપર્ક કર્યો. એક ખાનગી કંપનીમાં ઈંજીનિયર માંઝીએ પોલીસને ઝણાવ્યું કે તેની પત્નીએ પોતાને અને દીકરાને ત્રણ વર્ષથી ઘરમાં બંધ કરી રાખ્યો છે. તેમણે જણાવ્યું કે લૉકડાઉન પ્રતિબંધ પૂરાં થયા પછી તે કામ કરવા માટે બહાર નીકળ્યા હતા, પણ પત્નીએ તેને પાછો અંદર આવવા ન દીધો. ત્યારથી, માંઝી મકરનના ભાડા સાથે અન્ય બિલોનું પેમેન્ટ કરી રહ્યો હતો. ભાડાનું સામાન ખરીદીને મુખ્ય દરવાજાની બહાર મૂકી દેતો હતો. તે શરૂઆતમાં મિત્રો અને સંબંધીઓના ઘરમાં રોકાયો, એ આશમાં કે આ પ્રકરણ ટૂંક સમયમાં જ બંધ થઈ જશે. જો કે, જ્યારે તેની પત્ની માની નહીં, તો તેણે બીજું મકાન ભાડે લઈ લીધું.
પોલીસે પણ પહેલા વિશ્વાસ ન થયો, પણ પછી...!
આ કેસ એટલો બધો ચોંકાવનારો હતો કે પોલીસને શરૂઆતમાં આના પર વિશ્વાસ થયો નહીં. જ્યારે તેમણે મુનમુન માંઝીને ફોન કર્યો, તો તેણે કહ્યું કે તે અને તેનો દીકરો `બિલકુલ ફિટ` છે. અધિકારીએ કહ્યું, "પછી અમે એક વીડિયો કૉલ કર્યો અને જ્યારે મેં બાળકને જોયું તો હું ભાવુક થઈ ગયો. તેના વાળ ખભા સુધી વધી ગયા હતા."
આ પણ વાંચો : ‘મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં’
7 વર્ષનો છોકરો હવે 10નો થઈ ગયો...
છોકરો, જે સાત વર્ષનો હતો જ્યારે મહામારી શરૂ થઈ હતી, હવે લગભગ 10 વર્ષનો છે. ત્રણ વર્ષથી તેણે પોતાની મા સિવાય કોઈને જોયું નથી. આ ત્રણ વર્ષ દરમિયાન તેણે ઘરની દીવાલો પર ચિત્રો દોર્યા અને લખ્યું. પોલીસ અધિકારીએ કહ્યું, "તેની મા કોવિડને લઈને દહેશતમાં હતી. તેને બહાર કાઢવાનો કે નીકળવા દેવાનો કોઈ ઈરાદો નહોતો. તે કહેતી રહી- હું મારા દીકરાને બહાર નહીં નીકળવા દઉં, કારણકે તે તરત મરી જશે. હું તેની સાથે વાત કરતો રહ્યો, તેને પૂછતો રહ્યો કે શું તેમને કોઈ મદદ જોઈએ. મને લાગે છે કે તેણે મારા પર વિશ્વાસ કરવાનો શરૂ કર્યો. આથી જ્યારે મેં તેને આજે પોલીસ સ્ટેશન બોલાવી, તો તે આવી, પણ દીકરો તેની સાથે નહોતો. આખરે અમે તેને સમજાવવામાં સફળ રહ્યા."
3 વર્ષથી બંધ રૂમના આવા હતા હાલ
અધિકારીએ મીડિયાકર્મચારીઓને કહ્યું, "મહિલાને હૉસ્પિટલ લઈ જવામાં આવી અને પછી અમે છોકરાને બચાવવા માટે ફ્લેટમાં ગયા. જ્યારે પોલીસ અને બાળકલ્યાણની ટીમે ફ્લેટમાં પ્રવેશ કર્યો, તો તે ચોંકી ગયા. ત્રણ વર્ષથી, કચરો બહાર ફેંકવામાં આવ્યો નહોતો, અને અપાર્ટમેન્ટ ગંદકીનું સમુદ્ર હતું. જમીન પર કપડાંના ઢગલાં, વાળ, કરિયાણાના સામાનના ખાલી પેકેટ પડ્યા હતાં અને બધા સામાન પર ગંદકીના મોટા મોટા લેયર જમા થયેલા હતા. ગંદા બેડરૂમમાંથી એકમાં, 10 વર્ષનો છોકરો બેઠો હતો, જેના વાળ ખૂબ જ વધેલા હતા."
આ પણ વાંચો : વસઈ-વિરારમાં લોકો ટૂ-વ્હીલર ચલાવતાં કેમ ડરે છે?
...કેટલાક દિવસ હજી પસાર થયા હોત તો અણબનાવ બનવાની હતી શક્યતા
ત્રણ વર્ષ સુધી બાળકને ઘરમાં બંધ રાખ્યો અને પછી મહિલાએ તેનું કારણ જણાવ્યું તેને હૉસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાર બાદ સહાયક ઉપ-નિરીક્ષક પ્રવીણ કુમારે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, "અંદર એટલો કચરો હતો કે જો હજી થોડાંક દિવસ પસાર થઈ ગયા હોત તો કંઈ પણ અણબનાવ બની શક્યો હોત." ગુડ઼ગાંવના સિવિલ સર્જન ડૉ. વીરેન્દ્ર યાદવે કહ્યું, "મહિલાને મનોવાજ્ઞાનિક સમસ્યાઓ છે. મા-દીકરા બન્નેને પીજીઆઈ, રોહતક રેફર કરવામાં આવ્યું છે. તેમને સારવાર માટે મનોરોગ વૉર્ડમાં દાખલ કરાવવામાં આવ્યા છે." માંઝી, પોતાના પરિવારને પાછો પામીને ખૂબ જ ખુશ થયો, તેમણે પોલીસને મદદ માટે આભાર માન્યો. સમાચાર એજન્સી એએનઆઈથી તેમણે કહ્યું, "હવે તેની સારવાર કરવામાં આવી રહી છે. મને આશા છે કે મારું જીવન પાછું પાટાં પર આવી જશે."