છેલ્લાં ચાર વર્ષથી ભારત અને ચીન વચ્ચે બૉર્ડર પર ચાલી રહેલા તનાવનો આ દિવાળીએ અંત આવ્યો છે. બન્ને દેશે લદ્દાખના દેપસંગ અને ડેમચોક વિસ્તારમાંથી નક્કી થયા મુજબ મિલિટરી અને જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું હતું
દિવાળી નિમિત્તે પાંચ જગ્યાએ લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ પર મીઠાઈની આપ-લે કરી હતી.
છેલ્લાં ચાર વર્ષથી ભારત અને ચીન વચ્ચે બૉર્ડર પર ચાલી રહેલા તનાવનો આ દિવાળીએ અંત આવ્યો છે. બન્ને દેશે લદ્દાખના દેપસંગ અને ડેમચોક વિસ્તારમાંથી નક્કી થયા મુજબ મિલિટરી અને જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું હતું એ દૂર કરી દીધું છે એટલું જ નહીં, આ વખતે દિવાળી નિમિત્તે પાંચ જગ્યાએ લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ પર મીઠાઈની આપ-લે કરી હતી.
લદ્દાખની ચુસુલ માલ્દો અને દૌલત બેગ ઓલ્ડી, અરુણાચલ પ્રદેશની બન્ચા અને બુમલા તથા સિક્કિમની નાથુલા બૉર્ડર પર મીઠાઈની આપ-લે કરવામાં આવી હતી. બન્ને દેશ વચ્ચે દેપસંગ અને ડેમચોકમાં એપ્રિલ ૨૦૨૦ પહેલાં જે પરિસ્થિતિ હતી એ પુન: સ્થાપિત કરવાનું નક્કી થયું હતું. જૂન ૨૦૨૦માં ગલવાનમાં બન્ને દેશના સૈનિકો વચ્ચે થયેલી લડાઈમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ બન્ને દેશ વચ્ચે તનાવ વધી ગયો હતો.