કોરોનાવાઇરસનો નવો વેરિઅન્ટ સામે આવ્યા બાદ મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોએ સાવધાની રાખવા અને ચેપ ન ફેલાય એ માટે સતર્ક રહેવા જણાવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
કલકત્તા શહેરમાં કોરોનાવાઇરસનાં નવા વેરિઅન્ટ HKU-1ની ઓળખ થઈ છે. આના પગલે કલકત્તામાં ફરીથી કોવિડનો ડર ફેલાયો છે.
કલકત્તાની ૪૯ વર્ષની એક મહિલાને સતત ૧૫ દિવસથી તાવ આવતો હોવાથી તેને સાઉથ કલકત્તાની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મેડિકલ તપાસમાં જાણવા મળ્યું છે કે તેને કોરોના HKU-1 વાઇરસનો ચેપ લાગ્યો છે. આ વેરિઅન્ટ ઓછો ગંભીર જણાવવામાં આવે છે, પણ એ ચિંતાજનક વેરિઅન્ટ છે.
ADVERTISEMENT
કોરોનાવાઇરસનો નવો વેરિઅન્ટ સામે આવ્યા બાદ મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોએ સાવધાની રાખવા અને ચેપ ન ફેલાય એ માટે સતર્ક રહેવા જણાવ્યું છે.
આ મહિલાનો ઉપચાર કલકત્તાની આર. એન. ટાગોર હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે અને આ હૉસ્પિટલના ડૉક્ટર અરિંદમ બિશ્વાસે જણાવ્યું હતું કે ‘શરૂમાં આ મહિલાને સેકન્ડરી ન્યુમોનિયા થયો હોવાનું નિદાન થયું હતું, પણ ૧૫ દિવસથી તેને સખત તાવ પણ આવી રહ્યો હતો. આ મહિલાની કોઈ ટ્રાવેલ-હિસ્ટરી નથી. આ SARS-CoV-2થી પણ સંબંધિત નથી, પણ એ કોરોનાવાઇરસનો એક વધુ સ્ટ્રેન છે અને એ HKU-1 છે. અમે આ મહિલાને ઍન્ટિબાયોટિક દવાઓનો હેવી ડોઝ આપ્યો છે. તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, એવી આશા છે કે તેને જલદી ડિસ્ચાર્જ આપવામાં આવશે.’

