સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક પર ચીની હૅકર્સનો હુમલો
ફાઈલ તસવીર
ચીની હૅકર્સ ભારતીય કોવિડ-19 વૅક્સિન ડેવલપર્સ, નિર્માતાઓ અને પ્રશાસનને નિશાન બનાવી રહ્યા છે. સાઇબર ઇન્ટેલિજન્સ ફર્મ સાયફાર્માએ મીડિયાને જણાવ્યું કે ચીની હૅકર્સ ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, ભારત બાયોટેક, પતંજલિ અને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સને પોતાના નિશાના પર લઈ રહ્યા છે. તાજેતરના અઠવાડિયામાં ચાઇનીઝ સ્ટેટ-હૅકિંગ ગ્રુપે બે ભારતીય વૅક્સિન નિર્માતાઓની આઇટી સિસ્ટમને ટાર્ગેટ બનાવી હતી. જેમની કોરોના વાઇરસ વૅક્સિનનો ઉપયોગ આખા દેશમાં કરવામાં આવી રહ્યો છે.
ભારતે કોવિડ-19 રસીથી ઘણા દેશોને બચાવ્યા છે. ભારત આખી દુનિયામાં વેચાતી ૬૦ ટકાથી વધુ રસીના જથ્થાનું ઉત્પાદન કરે છે. ભારત સિવાય જપાન, અમેરિકા, બ્રિટેન, ઑસ્ટ્રેલિયા, સ્પેન, ઇટલી અને જર્મની સહિત બાર દેશો હૅકરના રડાર પર છે. સાયફાર્માના મુખ્ય કાર્યકારી કુમાર રિતેશે કહ્યું કે સીરમને અૅક્ટિવ રૂપે ટાર્ગેટ કરી રહ્યા છે જે હાલમાં ઘણા દેશ માટે એસ્ટ્રાજેનેકા વૅક્સિન બનાવી રહ્યું છે અને ખૂબ જ જલદી નોવાક્સૈક્સ શોટ્સનું નિર્માણ શરૂ કરી દેશે.
ADVERTISEMENT
રિતેશે હૅકર્સનો હવાલો આપતાં જણાવ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટના મામલે તેમણે પોતાના સાર્વજનિક સર્વરો ને નબળા વેબ સર્વર ચલાવનારા ઘણા લોકોને જોયા છે, આ નબળા વેબ સર્વર છે.

