બૉમ્બે હાઈ કોર્ટે પુણેના ૩૩ વર્ષના ઍગ્રિકલ્ચરિસ્ટના કેસના સંદર્ભમાં કહ્યું હતું કે લગ્ન વખતે દીકરીના પિતા પાસેથી ચાંદીની થાળીમાં જમવાનું માગવું એ કંઈ દહેજ ન કહેવાય.
બૉમ્બે હાઇ કૉર્ટ (ફાઈલ તસવીર)
બૉમ્બે હાઈ કોર્ટે પુણેના ૩૩ વર્ષના ઍગ્રિકલ્ચરિસ્ટના કેસના સંદર્ભમાં કહ્યું હતું કે લગ્ન વખતે દીકરીના પિતા પાસેથી ચાંદીની થાળીમાં જમવાનું માગવું એ કંઈ દહેજ ન કહેવાય. વાત એમ છે કે ૨૦૨૧માં આ ભાઈનાં લગ્ન થયાં ત્યારે તેમણે ચાંદીની થાળીમાં જમવાનું તેમ જ સોનાની વીંટી માગી હતી. કન્યાપક્ષે આને દહેજની માગણી અને ઘરેલુ હિંસાની કલમ લગાવીને કેસ કર્યો હતો. નીચલી અદાલતોએ એ માટે યુવકને બે વર્ષની જેલ અને પાંચસો રૂપિયાનો દંડ કર્યો હતો. જોકે બૉમ્બે હાઈ કોર્ટમાં જ્યારે આ ચુકાદાને પડકારવામાં આવ્યો ત્યારે જજે કહ્યું હતું કે લગ્ન સમયે ચાંદીની થાળીમાં ભોજન ન પીરસાયું એ મુદ્દે યુવકની નારાજગી ટેમ્પરરી હતી એને દહેજની માગણીનો મુદ્દો ન કહેવાય. લગ્ન પછી કપલ સાથે સારી રીતે રહ્યું હતું અને તેમને એક સંતાન પણ છે.

