Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તુકારામ મુંઢેના બૅચમેટે બિહારમાં કરી મુંઢેવાળી

તુકારામ મુંઢેના બૅચમેટે બિહારમાં કરી મુંઢેવાળી

Published : 26 October, 2026 11:46 AM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IAS કુમાર રવિએ ૩ મહિનામાં રાજ્યનાં ૫૩૧ સ્થળો પર દરોડા પાડ્યા, ૧૭.૩૨ લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો

તુકારામ મુંઢે અને કુમાર રવિ

તુકારામ મુંઢે અને કુમાર રવિ


મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેના ૨૦૦૫ની બેચના ઇન્ડિયન ઍડ્‌મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) સહયોગી કુમાર રવિએ બિહારમાં રેસ્ટોરાં અને ખાણીપીણીનાં સ્થળો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ૩ મહિનામાં રાજ્યના ૩૮ જિલ્લાઓમાં ૫૩૧થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૧૭.૩૨ લાખ રૂપિયાની ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી અથવા એનો નાશ કરવામાં આવ્યો હતો. ૧૫ સંસ્થાનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને બે સંસ્થાનોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. કુમાર રવિ હાલમાં બિહારના હેલ્થ સેક્રેટરી અને ફૂડ સેફ્ટી કમિશનર તરીકે ફરજ બજાવે છે.
કુમાર રવિએ પણ ફૂડ સેફ્ટીને લઈને માત્ર સમીક્ષાઓ જ નહીં, કડક પગલાંઓ લેવાનું શરૂ કર્યું છે. લોકો કોઈ પણ જગ્યાની ફરિયાદ ડાયરેક્ટ તેમને કરી શકે એ માટે તેમની વૉટ્સઍપ ચૅનલ ખુલ્લી રાખે છે અને દરરોજ પરિસ્થિતિની સમીક્ષા કરે છે. જમીની સ્તરે થતી ગતિવિધિનું મૂલ્યાંકન કરે છે, ખામીઓ ઓળખે છે અને ક્યાં વધુ પગલાં લેવાની જરૂર છે એ નક્કી કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 11:46 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK