અખિલ ભારતીય હ્યુમન રાઇટ્સ વેલ્ફેર અસોસિએશનના સ્વયંસેવકોએ ભારતીય ક્રાન્તિકારી શહીદ ભગત સિંહના સ્ટૅચ્યુ પર દૂધનો અભિષેક કરીને શહીદોને સ્મરણાંજલિ આપી હતી.
દૂધ અભિષેક કરતા સ્વયંસેવકો
ભારતનો સ્વતંત્રતાસંગ્રામ લાખો ક્રાન્તિરીઓના બલિદાન, ત્યાગ અને સાહસની અમરગાથા જેવો છે. ૧૯૩૧ની ૨૩ માર્ચે બ્રિટિશ હુકૂમતે ક્રાન્તિકારી ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી ત્યારે આ વીરોએ હસતાં-હસતાં દેશ માટે પ્રાણ ત્યાગ કરેલા. આ નિમિત્તે દર વર્ષે ૨૩ માર્ચે શહીદ દિવસ મનાવાય છે અને ભારતના ક્રાન્તિવીરોને સન્માન આપવામાં આવે છે.
ગઈ કાલે અમ્રિતસરમાં અખિલ ભારતીય હ્યુમન રાઇટ્સ વેલ્ફેર અસોસિએશનના સ્વયંસેવકોએ ભારતીય ક્રાન્તિકારી શહીદ ભગત સિંહના સ્ટૅચ્યુ પર દૂધનો અભિષેક કરીને શહીદોને સ્મરણાંજલિ આપી હતી.
શહીદની યાદમાં યોજાઈ સિંધી મૅરથૉન
ADVERTISEMENT
સ્વરાજ સેનાના નેતા અને ફ્રીડમ ફાઇટર હેમુ કાલાણીની જન્મજયંતી નિમિત્તે ભોપાલમાં ખાસ સિંધીઓની મૅરથૉન યોજાઈ હતી. સિંધી મેલા સમિતિ દ્વારા આ મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું.

