Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Ameen Sayani No More: રેડિયો વિશ્વના જાણીતા હોસ્ટ અમીન સયાની સદાય માટે મૌન, હાર્ટ એટેકથી થયું નિધન

Ameen Sayani No More: રેડિયો વિશ્વના જાણીતા હોસ્ટ અમીન સયાની સદાય માટે મૌન, હાર્ટ એટેકથી થયું નિધન

21 February, 2024 11:02 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ameen Sayani No More: અમીન સાયનીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

અમીન સયાનીની ફાઇલ તસવીર

અમીન સયાનીની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે
  2. તેઓએ ઘણી ફિલ્મોમાં પણ રેડિયો ઉદ્ઘોષક તરીકે કામ કર્યું હતું
  3. તેમના અંતિમ દર્શન અંગે ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન પણ જારી થશે

રેડિયોની દુનિયામાં પોતાના અવાજનો જાદુ પથરનાર જાણીતા પીઢ રેડિયો ઉદ્ઘોષક અમીન સયાનીનું નિધન (Ameen Sayani No More) થયું છે. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સયાનીએ કરી છે.


અમીન સાયનીને હાર્ટ એટેક (Ameen Sayani No More) આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રસ્તામાં જ અમીન સયાનીએ પોતાનો દેહ ત્યાગ્યો હતો.



ક્યાં થયો હતો જન્મ અને કેવી રહી એમની કારકિર્દીની શરૂઆત


અમીન સયાનીનો જન્મ 21 ડિસેમ્બર, 1932ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ રેડિયો જગતના સુપરસ્ટાર તરીકે જાણીતા હતા. એવું પણ કહી જ શકાય કે તેઓએ રેડિયોને પોતાના આગવા અંદાજ અને અવાજથી નવી જ ઓળખ અપાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. તેઓના અતિલોકપ્રિય થયેલા પ્રોગ્રામમાં ‘ગીતમાલા’નો પણ સમાવેશ થાય છે. 

તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત ઓલ ઈન્ડિયા રેડિયો, મુંબઈથી કરી હતી. સૌ પ્રથમ તેઓએ રેડિયો પ્રસ્તુતકર્તા તરીકે સેવા આપી હતી. તમને જણાવી દઈએ કે તેઓએ 10 વર્ષ સુધી ત્યાં અંગ્રેજી કાર્યક્રમોમાં સેવા આપી હતી. આ રીતે પોતાની કારકિર્દીનો મજબૂત પાયો નાખનાર અમીન સયાનીએ ત્યારબાદ ઓલ ઈન્ડિયા રેડિયોને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


એ ઉપરાંત અમીન સયાની (Ameen Sayani No More)એ ઘણી ફિલ્મોમાં પણ રેડિયો ઉદ્ઘોષક તરીકે કામ કર્યું હતું. જેમાં ભૂત બંગલા, તીન દેવિયન, બોક્સર અને કાટલ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

અમીન સાયનીએ પોતાની કારકિર્દી દરમિયાન 50 હજારથી વધુ રેડિયો કાર્યક્રમોનું નિર્માણ કર્યું હતું. જેમાં તેઓનો અવાજ ગુંજ્યો હતો. એવું પણ કહેવાય છે કે અમીન સયાની 19,000 જિંગલ્સમાં અવાજ આપવા માટે પણ જાણીતા હતા, આ માટે તેમનું નામ લિમ્કા બુક્સ ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધવામાં આવ્યું હતું. 

ક્યારે થશે તેઓના અંતિમ સંસ્કાર? પુત્રએ આપી માહિતી 

અમીન સાયનીના પુત્ર રાજિલ સાયનીએ જણાવ્યું કે ગઈકાલે તેમના પિતાને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ જતી વખતે રસ્તામાં જ તેઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા (Ameen Sayani No More) હતા. 

તેમના પુત્રએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમીન સયાનીના અંતિમ સંસ્કાર 22 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવનાર છે. એવી પણ માહિતી સામે આવી છે કે તેમના કેટલાક સંબંધીઓ તેઓને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ આવી રહ્યા છે. આ જ કારણોસર અમીન સાયનીના અંતિમ દર્શન (Ameen Sayani No More) અંગે ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવશે.

‘બહેનો અને ભાઈઓ...’ એમ કરીને પોતાના અવાજનો જાદુ પાથરનાર અમીન સયાનીએ લગભગ 54000 કાર્યક્રમોનું નિર્માણ અને સંકલન કર્યું હતું હવે તેઓએ વિદાય લીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2024 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK