Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Statue Of Unity

લેખ

દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા પર પુષ્પો ચડાવીને ભાવાંજલિ અર્પીને નમન કર્યાં હતાં. એ સમયે તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર હતા.

દ્રૌપદી મુર્મુએ ગુજરાતમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી જઈને વલ્લભભાઈ પટેલને આપી ભાવાંજલિ

જંગલ સફારીની મુલાકાત લઈ પશુ-પક્ષીઓને નિહાળ્યાં : સરદાર સરોવર ડૅમની મુલાકાત લઈને એના નિર્માણની જાણી માહિતી

28 February, 2025 08:19 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
આમિર ખાન પહોંચ્યો ગુજરાત (તસવીર સૌજન્ય : સોશિયલ મીડિયા)

પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે આમિર ખાન પહોંચ્યો ગુજરાતના Statue of Unity ખાતે

Aamir Khan Celebrates republic day at Gujarat: ધ્વજવંદન સમારોહ દરમિયાન, અભિનેતા તિરંગાને સલામી આપીને શાહિદ સૈનિકો અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપતો જોવા મળ્યા હતો અને તેણે ત્યાં આવેલા બીજા મહેમાનો સાથે રાષ્ટ્રગીત પણ ગાયું હતું.

26 January, 2025 09:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

7 કાળિયાર આઘાતમાં મૃત્યુ પામ્યાં

સ્ટૅચ્યુ ઑફ યુનિટીના સફારી પાર્કમાં દીપડાએ એક કાળિયારનો શિકાર કર્યો એ પછી બાકીનાં સાત કાળિયાર આઘાતમાં મૃત્યુ પામ્યાં

06 January, 2025 08:19 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

સરદાર વલ્લભભાઈ પટેલને ૭૪મી પુણ્યતિથી પર વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

Sardar Vallabhbhai Patel Death Anniversary 2024: ૭૪મી પુણ્યતિથીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને કર્યા યાદ

15 December, 2024 11:30 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

વડા પ્રધાનએ અમરેલીના દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરી ગુજરાતમાં જન ભાગીદારી થી જળસંચયના પ્રોજેક્ટને વેગ આપ્યો

PM મોદીએ સ્પેનના વડા સાથે કર્યો ભવ્ય રોડ શો, ગુજરાતને આપી વિકાસ કાર્યોની ભેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ 4800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા કહ્યું કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે. પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સામર્થ્યને પ્રેરણા રૂપ બતાવી વડા પ્રધાનને સ્પષ્ટ કહ્યું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમના મંત્ર સાથે ગુજરાત સરકારના જન ભાગદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે.” પીએમએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુનઃજીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી.

28 October, 2024 09:11 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: પીઆર

બટરફ્લાય ગાર્ડન: સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પતંગિયાઓથી સમૃદ્ધ સુંદર પ્રવાસન આકર્ષણ

એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી અને તેની આસપાસના સ્થળો આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સતત નવા પ્રવાસન આકર્ષણો વિકસિત કરવામાં આવી રહ્યા છે, જે પ્રવાસીઓને એક સુખદ પ્રવાસનો અનુભવ આપે છે.

02 September, 2024 06:26 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના બીજા એપિસોડમાં આપણે જાણીશું જય પટેલની જર્ની વિશે. (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

Mantastic: જીવનના અંધકારમાં સૂર ભેળવી અન્ય પ્રજ્ઞાચક્ષુઓને પણ રાહ ચીંધી જય પટેલે

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે “દર્દ” વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય.

24 July, 2024 10:05 IST | Ahmedabad | Viren Chhaya
સરદાર વલ્લભભાઈ પટેલઃ ભારતના લોખંડી પુરૂષની જાણવા જેવી વાતો

સરદાર વલ્લભભાઈ પટેલઃ ભારતના લોખંડી પુરૂષની જાણવા જેવી વાતો

આજે ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel)ની પુણ્યતિથિ છે. દેશને સ્વતંત્રતા અપાવવામાં આ લોખંડી પુરૂષની મહત્ત્વની ભૂમિકા હતી, જેનાથી દરેક ભારતીય નાગરિક અવગત છે.

15 December, 2022 01:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસના સંબોધનમાં સેક્યુલર સિવિલ કોડની જાહેરાત કરી

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસના સંબોધનમાં સેક્યુલર સિવિલ કોડની જાહેરાત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ `રાષ્ટ્રીય એકતા દિવસ` પર સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “અમે હવે વન નેશન વન ઇલેક્શન તરફ કામ કરી રહ્યા છીએ, જે ભારતની લોકશાહીને મજબૂત કરશે, ભારતના સંસાધનોનું શ્રેષ્ઠ પરિણામ આપશે અને દેશ સિદ્ધિમાં નવી ગતિ પ્રાપ્ત કરશે. વિકસિત ભારતનું સ્વપ્ન આજે, ભારત વન નેશન વન સિવિલ કોડ તરફ આગળ વધી રહ્યું છે”

31 October, 2024 01:39 IST | Vadodara
અમિત શાહે સરદાર પટેલની ભૂતકાળમાં થયેલી ઉપેક્ષા ગણાવી, પીએમ મોદીની...

અમિત શાહે સરદાર પટેલની ભૂતકાળમાં થયેલી ઉપેક્ષા ગણાવી, પીએમ મોદીની...

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 29 ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે `રન ફોર યુનિટી`ને ફ્લેગ ઑફ કર્યું હતું અને કાર્યક્રમને સંબોધતા ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય રાજકારણમાં તેમના યોગદાનના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વર્ષોથી સરદાર પટેલને ભૂલી જવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થાપિત કરીને તેમની સ્મૃતિને જીવંત રાખવા માટેના તમામ યોગદાન માટે પીએમ મોદીની પ્રશંસા પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, "દુર્ભાગ્યપૂર્ણ છે કે વર્ષોથી સરદાર પટેલને ભૂલી જવાના પ્રયાસો કરવામાં આવ્યા. વર્ષો સુધી તેમને ભારત રત્નથી વંચિત રાખવામાં આવ્યા. પરંતુ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની સ્મૃતિને જીવંત રાખવાનું કામ કર્યું છે." ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરીને..."

29 October, 2024 06:57 IST | Ahmedabad
National Unity Day: PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી

National Unity Day: PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી

સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે `ભારતના લોખંડી પુરુષ` સરદાર પટેલની 148મી જન્મજયંતિ છે. પીએમ મોદીએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને ‘ભારતના લોખંડી પુરુષ’ને પુષ્પાંજલિ અર્પણ કરી. વિશ્વની સૌથી ઉંચી ભારતની પ્રતિમા સરદાર પટેલ પર હેલિકોપ્ટર દ્વારા ફૂલની પાંખડીઓ વરસાવવામાં આવી હતી. પીએમ મોદીએ ગુજરાતના એકતા નગર ખાતે જનતાને `રાષ્ટ્રીય એકતા દિવસ`ની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં CRPF તમામ-મહિલા બાઈકરોએ પણ PM મોદી અને જનતા તરફથી ભવ્ય અભિવાદન મેળવ્યું હતું.

31 October, 2023 02:36 IST | Kevadia
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપી પુષ્પાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપી પુષ્પાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની 144મી જન્મ જયંતી નિમીતે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ આપી હતી. પીએમ મોદી સૌ પહેલા સરદારના ચરણ પૂજન કર્યાં. ત્યાર બાદ પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પુષ્પાંજલિ પણ અર્પણ કરી. પીએમ મોદીએ સરદાર પટેલને નમન કર્યાં હતા.

06 November, 2019 02:53 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK