બીએમસી (Water Cut) અધિકારીઓએ જણાવ્યું હતું કે, “મુખ્ય લાઇનના ક્ષતિગ્રસ્ત વિભાગને અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે પવઇ એન્કર બ્લોકથી મરોશી ટનલ શાફ્ટ સુધીનો છે."
તસવીર: મિડ-ડે
મુંબઈના પવઈમાં પાઈપલાઈન ફાટવા (Water Cut)ની ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ખરેખર, પવઈના ગૌતમ નગર વિસ્તારમાં 1 વાગ્યે પાણીની પાઈપલાઈન ફાટી ગઈ હતી. તે ફૂટતાની સાથે જ 15-20 ફૂટ ઊંચો પાણીનો ફુવારો દેખાયો હતો, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો, જેના કારણે શહેરના દાદર, અંધેરી ઈસ્ટ, કાલીના, બાંદરા ઈસ્ટ વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થશે. બીએમસીના જણાવ્યા અનુસાર, પવઈ એન્કર બ્લૉક પાસે તાનસાની 1800 મીમી વ્યાસની પાઇપલાઇનમાં તિરાડ પડી હતી, જેના કારણે પાણીનો બગાડ ન થાય તે માટે પાણીનો વાલ્વ તાત્કાલિક બંધ કરી દેવાયો હતો.