Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 : મુંબઈમાં આજે ધ તાજ મહલ પૅલેસ ખાતે રોડ-શોનું આયોજન

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 : મુંબઈમાં આજે ધ તાજ મહલ પૅલેસ ખાતે રોડ-શોનું આયોજન

Published : 03 September, 2026 10:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કૉન્સલ જનરલ્સ તેમ જ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કરશે સંવાદ

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ


‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027’ માટે નવી દિલ્હીમાં યોજાયેલા સફળ પ્રારંભિક કાર્યક્રમ બાદ ગુજરાત સરકાર દ્વારા આજે મુંબઈમાં કોલાબાસ્થિત ધ તાજ મહલ પૅલેસ ખાતે એક રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ-શો VGGS 2027ના આયોજન પહેલાં વૈશ્વિક રાજદ્વારી અને વ્યાપારી સમુદાય સાથે ગુજરાતના સંપર્ક અને સહયોગને વધુ મજબૂત બનાવશે. કાર્યક્રમના સાંજના સત્રમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી વિવિધ દેશોના કૉન્સલ જનરલ તથા અગ્રણી ઉદ્યોગ-પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે અને આગામી સમિટ માટે ગુજરાતના વિઝન તથા ઉપલબ્ધ તકો વિશે માહિતગાર કરશે.

આ કાર્યક્રમની શરૂઆત કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના રાષ્ટ્રીય અધ્યક્ષ આર. મુકુંદનના સ્વાગત-પ્રવચન સાથે થશે. રોડ-શો પહેલાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વ્યક્તિગત બેઠકો (વન-ઑન-વન મીટિંગ્સ) પણ યોજશે. વન-ટુ-વન બેઠકોમાં ઍડ્વાન્સ્ડ મૅન્યુફૅક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થ અને વેલનેસ, IT ફાઇનૅન્શિયલ સર્વિસિસ, ગ્રીન એનર્જી, ઑઇલ અને એનર્જી, બાયોટેક્નૉલૉજી, રિયલ એસ્ટેટ, ઍબ્રેસિવ મટીરિયલ્સ, ઔદ્યોગિક ઑટોમેશન, હેવી એન્જિનિયરિંગ અને પેટ્રોલિયમ સહિતનાં મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમના ભાગરૂપે વાઇબ્રન્ટ સમિટ અને રાજ્યમાં રહેલી વિવિધ તકો વિશે યુવા ઉદ્યોગ-સાહસિકો સાથે રાઉન્ડટેબલ સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.



આ બેઠકોમાં રોકાણની નવી તકો, વ્યવસાયના વિસ્તરણ અને વ્યૂહાત્મક ભાગીદારી વિશે ચર્ચા કરવામાં આવશે. એની સાથે જ ગુજરાતના મજબૂત ઔદ્યોગિક આધાર, આધુનિક માળખાગત સુવિધાઓ, રોકાણ માટે અનુકૂળ નીતિઓ અને ટકાઉ તથા ટેક્નૉલૉજી-આધારિત વિકાસ પર રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK