Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાંદરામાં કારની અડફેટે જીવ ગુમાવનારો દીકરો લગ્નનાં છેક ૧૫ વર્ષે IVFથી પ્રાપ્ત થયો હતો

બાંદરામાં કારની અડફેટે જીવ ગુમાવનારો દીકરો લગ્નનાં છેક ૧૫ વર્ષે IVFથી પ્રાપ્ત થયો હતો

Published : 03 September, 2026 10:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અકસ્માત સર્જનાર મહિલા કાર-ડ્રાઇવરની ઓળખ ન્યુટ્રિશનિસ્ટ મેઘા રાવલ તરીકે થઈ છે જે ઘટનાસ્થળથી માત્ર ૫૦૦ મીટર દૂર રહે છે

અંશ ગુપ્તા અને મેઘા રાવલ

અંશ ગુપ્તા અને મેઘા રાવલ


બાંદરા-વેસ્ટસ્થિત જૉન બાપ્ટિસ્ટ રોડ પર મેહબૂબ સ્ટુડિયો નજીક રવિવારે બપોરે સર્જાયેલા દર્દનાક અકસ્માતના કેસમાં પોલીસે આરોપી મેઘા રાવલને કોર્ટમાં હાજર કરતાં તેને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. નોંધનીય છે કે રવિવારે બપોરે મેઘા રાવલ પોતાની કાર લઈને જઈ રહી હતી ત્યારે રસ્તો ઓળંગી રહેલો ૮ વર્ષનો અંશ ગુપ્તા કારની અડફેટે આવી જતાં તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટના સમયે મેઘા ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરતી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે કોર્ટમાં તેના વકીલે દાવો કર્યો હતો કે અકસ્માત સમયે તે ફોન પર વાત કરતી હતી અેવો કોઈ ચોક્કસ પુરાવો કે સ્પષ્ટ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ પોલીસ પાસે નથી જેથી પોલીસે માગેલી વધારાની કસ્ટડી કોર્ટે ફગાવી દીધી હતી. બીજી તરફ આ સમગ્ર ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે મેઘા રાવલના પરિવારે તેને પૈસા આપીને આ મામલે મોં બંધ રાખવાની ઑફર કરી હતી.



કોણ હતો અંશ ગુપ્તા?
અંશના પિતા રવીન્દ્ર ગુપ્તા લારી પર સિંગદાણા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. લગ્નનાં ૧૫ વર્ષ બાદ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) પદ્ધતિથી તેમના ઘરે આ એકમાત્ર બાળકનો જન્મ થયો હતો. આર્થિક તંગી હોવા છતાં પિતાએ પુત્રને કૉન્વેન્ટ સ્કૂલમાં ભણવા મૂક્યો હતો અને તેને પોલીસ-ઑફિસર બનાવવાનું સપનું સેવ્યું હતું, પરંતુ આ અચાનક ઘટેલી આપદાએ મા-બાપનો એકમાત્ર સહારો અને તમામ આશાઓ છીનવી લીધી છે. પીડિત પરિવારે આરોપી મહિલા સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની માગણી કરી છે.


મેઘાએ કોર્ટમાં શું કહ્યું?
અકસ્માત સર્જનાર મહિલા કાર-ડ્રાઇવરની ઓળખ ન્યુટ્રિશનિસ્ટ મેઘા રાવલ તરીકે થઈ છે જે ઘટનાસ્થળથી માત્ર ૫૦૦ મીટર દૂર રહે છે. અકસ્માત બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. બાળકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મેઘા રાવલ કાર ચલાવતી વખતે ફોન પર વાત કરી રહી હતી અને ગાડી ખૂબ જ ઝડપથી ચલાવી રહી હતી. જોકે મંગળવારે કોર્ટમાં રજૂ કરાયા બાદ મેઘાએ દાવો કર્યો હતો કે તે સ્પીડમાં નહોતી અને ટર્ન લેતી વખતે બ્લાઇન્ડ સ્પૉટના કારણે તેને બાળક દેખાયું નહોતું. અકસ્માત બાદ તેણે પોતે બાળકને પોતાની કારમાં હોલી ફૅમિલી હૉસ્પિટલ પહોંચાડ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK