Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટિકિટ વગર મુસાફરી કરતી મહિલાએ દંડ ભર્યા વિના ભાગવાનો પ્રયાસ કર્યો અને હોબાળો

ટિકિટ વગર મુસાફરી કરતી મહિલાએ દંડ ભર્યા વિના ભાગવાનો પ્રયાસ કર્યો અને હોબાળો

Published : 17 October, 2026 11:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાંદિવલી સ્ટેશન પર ઝપાઝપીમાં મહિલાનાં કપડાં ફાટ્યાં, ચીફ ‌ટિ‌કિટ ઇન્સ્પેક્ટર પ્લૅટફૉર્મ પર પટકાઈ, કાંદિવલી રેલવે-સ્ટેશન પર શુક્રવારે સાંજે ટિકિટ વગર મુસાફરી કરતી મહિલાએ ભારે હોબાળો મચાવ્યો હતો.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


કાંદિવલી રેલવે-સ્ટેશન પર શુક્રવારે સાંજે ટિકિટ વગર મુસાફરી કરતી મહિલાએ ભારે હોબાળો મચાવ્યો હતો. એક મહિલા મુસાફર પાસે ટિકિટ ન હોવાથી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર (CTI) પ્રિયા અંબાવાડેએ તેને પકડી હતી. જોકે મહિલાએ ભાગવાનો પ્રયાસ કરતાં બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં CTIનું બૅલૅન્સ જતાં તે પ્લૅટફૉર્મ પર પડી ગઈ હતી અને મહિલા મુસાફરનાં કપડાં થોડાં ફાટી ગયાં હતાં. વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ મહિલાને ટિકિટ-ચેકિંગ ઑફિસમાં લઈ જવાઈ હતી જ્યાં તેની સાથેની બે-ત્રણ મહિલાઓ તેને સમજાવીને સ્ટેશન બહાર લઈ ગઈ હતી. જોકે આ દરમ્યાન ઑફિસની બહાર ટોળું જમા થયું હતું અને તેમણે ઇન્સ્પેક્ટર પર ઉદ્ધત વર્તન કરવા બદલ જાહેરમાં માફી માગે એવું દબાણ કર્યું હતું. થોડા સમય બાદ પરિસ્થિતિ 
થાળે પડી હતી.   


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK