Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૅપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં દાહોદના કપલે ગરબામાં પહેરી કુલ ૧૦ કિલોની પાઘડી

કૅપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં દાહોદના કપલે ગરબામાં પહેરી કુલ ૧૦ કિલોની પાઘડી

Published : 17 October, 2026 09:01 PM | Modified : 17 October, 2026 09:06 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘડીમાં સ્મિત મચ્છરનો ફોટો, એક પ્લેન અને સાથે નરેન્દ્ર મોદીનું કટઆઉટ મૂકીને ઇન્ડિયાઝ સાઇલન્ટ હીરો લખ્યું હતું. આવી બે પાઘડીઓ બનાવી છે. પતિએ પહેરેલી પાઘડી ૮ કિલો વજનની છે.

સ્મિત મચ્છરના ફોટોવાળી પાઘડી

અજબ ગજબ

સ્મિત મચ્છરના ફોટોવાળી પાઘડી


flydubaiની દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં બહાદુરી બતાવીને ૧૭૪ લોકોનો જીવ બચાવનારા ગુજરાતી કૅપ્ટન સ્મિત મચ્છરને આ નવરાત્રિમાં દાહોદના કપલે વિશેષ સન્માન આપ્યું હતું. દાહોદના આ કપલે સ્મિત મચ્છરની બહાદુરીને સલામ આપવા માટે ખાસ પાઘડી તૈયાર કરી છે. એ પાઘડીમાં સ્મિત મચ્છરનો ફોટો, એક પ્લેન અને સાથે નરેન્દ્ર મોદીનું કટઆઉટ મૂકીને ઇન્ડિયાઝ સાઇલન્ટ હીરો લખ્યું હતું. આવી બે પાઘડીઓ બનાવી છે. પતિએ પહેરેલી પાઘડી ૮ કિલો વજનની છે અને પત્નીએ પહેરેલી પાઘડી બે કિલોની. દંપતીએ ગરબા માટે પરંપરાગત કૉસ્ચ્યુમ્સ પહેર્યાં છે. તેમની ગરબા રમતી વિડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 09:06 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK