Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મારા ખભા પર બંદૂક મૂકીને નિશાન તાકવાની કોઈ જરૂર નથી, તમે બધા જ એકસરખા છો

મારા ખભા પર બંદૂક મૂકીને નિશાન તાકવાની કોઈ જરૂર નથી, તમે બધા જ એકસરખા છો

Published : 03 May, 2026 07:11 AM | Modified : 03 May, 2026 01:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલા અનામતના બિલનો વિરોધ કરનારા વિપક્ષનો વિરોધ કરવા નીકળેલી BJPની રૅલીમાં મિનિસ્ટર ગિરીશ મહાજન પર તાડૂકેલી મહિલાની તમામ રાજકીય પક્ષોને ફટકાર

વરલીમાં રહેતાં આ મહિલાએ સોશ્યલ મીડિયા પર શેર કર્યો વિડિયો

વરલીમાં રહેતાં આ મહિલાએ સોશ્યલ મીડિયા પર શેર કર્યો વિડિયો


લોકસભામાં મહિલાઓને અનામત આપવાના બિલનો વિરોધ કરનાર વિપક્ષનો વિરોધ કરવા ભારતીય જનતા પાર્ટી (BJP)ની ૨૧ એપ્રિલે વરલીમાં નીકળેલી રૅલી વખતે રોડ બ્લૉક કરી દેવામાં આવતાં ભડકીને ગિરીશ મહાજનને ગેટ આઉટ ફ્રૉમ હિયર કહી દેનારી મહિલાએ ગઈ કાલે એક વિડિયો પોસ્ટ કરીને રાજકીય પાર્ટીઓને કહ્યું હતું કે મારા ખભા પર બંદૂક મૂકીને નિશાન તાકવાની કોઈ જરૂર નથી, તમે બધા જ એકસરખા છો.

વરલીમાં રહેતાં આ મહિલાએ સોશ્યલ મીડિયા પર મૂકેલા વિડિયોમાં કહ્યું હતું કે ‘એ દિવસે મેં મારી દીકરીને મ્યુઝિક-ક્લાસમાં ૪ વાગ્યે છોડી હતી. મારે તેને ૪.૪૫ વાગ્યે પાછી લેવા જવાની હતી. હું તેને મૂકીને નીકળી હતી અને ટ્રાફિક જૅમમાં ફસાઈ ગઈ હતી. ૨૫ મિનિટ સુધી હું મારી ગાડીમાં જ હતી. ગાડીઓ આગળ વધી નહોતી રહી ત્યારે પ્રૉબ્લેમ શું છે એ જાણવા હું નીચે ઊતરી હતી. અમારી આગળ ૪ બસ હતી. અડધોથી એક કલાક મેં ત્યાં ઊભેલા પોલીસોને રિક્વેસ્ટ કરી કે જો ફક્ત બે બસને ત્યાંથી હટાવી લો તો પાછળ અટકેલા બધા લોકો (મોટરિસ્ટો) આગળ જઈ શકે. મારી વાત કોઈએ કાને ધરી જ નહીં, કોઈએ રિસ્પૉન્સ જ ન આપ્યો. મેં તેમનું ધ્યાન મારી તરફ ખેંચવા મારી પાણીની બૉટલ જમીન પર ફેંકી હતી. મારો કોઈને ઈજા પહોંચાડવાનો ઇરાદો નહોતો. એથી એ પછી હું ગિરીશ મહાજન પર ભડકી હતી. ત્યાં સુધીમાં ૬.૧૫ વાગી ગયા હતા. મને ખબર નહોતી કે હું મારી દીકરીને લેવા ક્યારે પહોંચીશ. આખી રૅલીમાં તે એક જ હતા જેમણે હું શું કહી રહી છું એ સાંભળ્યું હતું અને એ બે બસ હટાવવા ઇન્સ્ટ્રક્શન આપી હતી. એ પછી અમે આગળ વધી શક્યા અને હું યુ-ટર્ન લઈને નીકળી શકી. હું એક વાત બહુ સ્પષ્ટ કરવા માગું છું કે આ ઘટનાને લઈને જનતાનું સમર્થન મેળવવા મારા ખભા પર બંદૂક મૂકીને કોઈના તરફ નિશાન તાકવાની જરૂર નથી, કોઈને બલિનો બકરો બનાવવાની પણ જરૂર નથી કારણ કે તમે બધી જ પૉલિટિકલ પાર્ટીઓ આવી ઘટનાઓ માટે જવાબદાર છો.’


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK