Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તુકારામ મુંઢેના ટાર્ગેટ પર હવે બેબી-ફૂડ

તુકારામ મુંઢેના ટાર્ગેટ પર હવે બેબી-ફૂડ

Published : 30 September, 2026 07:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માતાનું દૂધ સર્વોત્તમ હોય છે એમ કહીને બાળકો માટેના પૅકેજ્ડ ફૂડ માટે જાહેર કર્યા નવા નિયમો

પ્રેસ-કૉન્ફરન્સમાં બેબી-ફૂડ્સ બદલનો બહાર પાડવામાં આવેલો ઑર્ડર બતાવી રહેલા તુકારામ મુંઢે.

પ્રેસ-કૉન્ફરન્સમાં બેબી-ફૂડ્સ બદલનો બહાર પાડવામાં આવેલો ઑર્ડર બતાવી રહેલા તુકારામ મુંઢે.


ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ યોજીને FDAના નવા ઑર્ડરની મહત્ત્વની માહિતી મીડિયા સાથે શૅર કરી હતી. તેમણે કહ્યું હતું કે નવજાત બાળક માટે ૬ મહિના સુધી ફક્ત માતાનું દૂધ જ મળવું જોઈએ, એ તેના માટે સર્વોતમ ખોરાક છે.

તુકારામ મુંઢેએ માહિતી આપી હતી કે ‘૬ મહિનાથી લઈને બાવીસ મહિના સુધીના બાળકને પૅકેજ્ડ ફૂડ આપવામાં આવે છે. અમે છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યભરમાં તપાસ કરી રહ્યા હતા. નાનાં બાળકો માટેનાં એ પૅકેજ્ડ ફૂડનાં પૅકિંગ પર માતાનું દૂધ બાળક માટે સર્વોત્તમ છે એવી સૂચના લખાયેલી હોવી જોઈએ જે જોવા મળી નહીં. વળી ક્યારથી બાળકને બેબી-ફૂડ આપી શકાય એની પણ માહિતીનો અભાવ હતો. એ હવે બેબી-ફૂડના પૅકેટ પર લખવું પડશે. ફૉર્મ્યુલા મિલ્ક પર બંધી નથી, પણ નિયમ પાળવા જરૂરી છે. નાનાં બાળકોની હેલ્થ પર એની કેવી અસર પડે છે એનો ડેટા અમારી પાસે છે. બાળકોને આહાર ખોટી રીતે આપવામાં આવી રહ્યો છે.



૬ મહિનાની નીચેનાં બાળકોને સ્તનપાન દ્વારા દૂધ પીવડાવવાનું પ્રમાણ પાંચ વર્ષમાં ૬૩.૭ ટકાથી ઘટીને પંચાવન ટકા થઈ ગયું છે. એમ જણાવતાં તુકારા મુંઢેએ કહ્યું હતું કે ‘રાજ્યના શહેરી વિસ્તારોમાં બાવન ટકા જ્યારે ગ્રામીણ ભાગોમાં એ પ્રમાણ ૭૫ ટકા જેટલું જ છે. ડિલિવરી પછી એક કલાકમાં જ બાળકને સ્તનપાન કરાવવું જોઈએ. જોકે ઘણા કેસમાં એવું થતું નથી. એનો અર્થ એમ થયો કે ડૉક્ટરો પણ વ્યવસ્થિત માહિતી આપતા નથી. દસથી ૧૨ વર્ષના એજ-ગ્રુપમાં હવે ૩૫ ટકા હાઈ બ્લડપ્રેશરના કેસ જોવા મળી રહ્યા છે. ૧૦થી ૧૯ વર્ષના એજ-ગ્રુપમાં ડાયાબિટીઝનું પ્રમાણ ૧૨.૩ ટકા છે. એથી જ અમે હવે આ બાબતે ઑર્ડર બહાર પાડ્યો છે.’


તુકારામ મુંઢેએ આ માટે ઑર્ડર બહાર પાડ્યો છે અને વધુમાં કહ્યું છે કે સપ્લિમેન્ટ પ્રોડક્ટ્સની જાહેરાત નહીં કરી શકાય, એ સિવાય એ ફૂડ માતાના દૂધની સમકક્ષ છે એવી પણ જાહેરાત નહીં કરી શકાય, એનાં ફ્રી સૅમ્પલ કે કૂપન નહીં વહેંચી શકાય.  

ઑર્ડરની પાંચ મહત્ત્વની બાબતો


બેબી-ફૂડના દરેક પૅકેજ્ડ પર બાળક માટે માતાનું દૂધ સર્વોત્તમ દૂધ એમ લખવું પડશે.
એનો ઉપયોગ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે કરવાનો રહેશે.
આ એકમાત્ર વિકલ્પ નથી એમ પણ લખવું પડશે.
આ સપ્લિમેન્ટરી ફૂડ છે અને બાળકના ૬ મહિના પછી એનો ઉપયોગ કરવો અને કેવી રીતે કરવો એ પણ લખવું પડશે. 
પૅકેજ્ડ પર મા અને બાળકનો ફોટો નહીં છાપી શકાય.  

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK